શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ સેન્ટર ફોર મૅનેજમેન્ટ એન્ડ લીડરશીપ (વિમલ) અને એકસલ ઇન્ડસ્ટ્રીઝ લિ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે
તા. ૧લી મેથી તા. ૨૯ મે સુધી યોજાયેલ યુવા નેતૃત્વ વિકાસ શિબિર અને વાર્તાલાપ શ્રેણી

૩૦ દિવસની આ યુવા શિબિરનું ઉદ્ઘાટન તા. ૧લી મેના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે આશ્રમના અધ્યક્ષ સ્વામી શ્રી જિતાત્માનંદજી મહારાજના વરદ્ હસ્તે થયું હતું. ઉદ્ઘાટન બાદ શિબિરાર્થીઓને સ્વામીજીએ દિવ્યચેતનાની જાગૃતિ માટેનો સંદેશ આપ્યો હતો. જાણીતા તત્ત્વચિંતક શ્રી શશીકાંતભાઈ મહેતાએ પણ યુવાનોને પ્રેરક ઉદ્બોધન આપી શુદ્ધ વિચારો પ્રાપ્ત કરવાની હિમાયત કરી હતી.

‘વિમલ’ સંસ્થાના ડાયરેક્ટર શ્રી પદ્માકર મસુરેકરે ‘વિમલ’ સંસ્થાની પ્રવૃત્તિઓ તથા આ યુવા શિબિરનો હેતુ સમજાવ્યો હતો. આ પ્રસંગે શ્રીપુરુષોત્તમ ગાંધી, સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી તથા એકસેલ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર શ્રી જી. નારાયણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રી જનાર્દન દવેએ આભારવિવિધ કરી હતી.

પસંદ કરાયેલા ૩૫ યુવા શિબિરાર્થીઓ માટે ત્રીસ દિવસ ચાલેલી આ શિબિરમાં શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને અન્ય તજજ્ઞોનાં પ્રેરક વ્યાખ્યાનો અને પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ હતા.

આ ઉપરાંત દરરોજ સાંજે વિવિધ વિષયો પરની ‘વિમલ વાર્તાલાપ શ્રેણી’ સૌ કોઈ જિજ્ઞાસુ ભાઈ-બહેનો માટે યોજાઈ હતી.

વિચારગોષ્ઠિ

શ્રીરામકૃષ્ણ આશ્રમના વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં રાજકોટના કેળવણીકારો, આચાર્યો, શિક્ષકો, પત્રકારો અને અગ્રણી નાગરિકો સાથે શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ અને શ્રીમત્ સ્વામી સોમેશ્વરાનંદજી મહારાજની વિચારગોષ્ઠિનો કાર્યક્રમ તા. ૯ મે, ૧૯૯૨ના રોજ શનિવારે ૪.૩૦ થી ૬.૩૦ સુધી યોજાયો હતો. વર્તમાન કેળવણી, આદર્શ કેળવણી, રામકૃષ્ણ મિશનનાં શિક્ષણકેન્દ્રો, આપણી પ્રાચીન ગુરુકુલ પ્રણાલી વિશે વિષદ ચર્ચા – પ્રશ્નોતરીએ આશરે ૩૦૦ જેટલા જિજ્ઞાસુઓને આકર્ષી હતા.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં યોજાયેલ યુવાશિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૮ મે થી ૯ મે ૯૨ શુક્ર, શનિ આ બંને દિવસ દરરોજ સવારના ૮થી ૧૨ યુવિશિખરનું આયોજન થયું હતું. આ શિબિરમાં આશરે ૩૦૦ ભાઈ-બહેનોને શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ (સેક્રેટરી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર) અને શ્રીમત્ સ્વામી સોમેશ્વરાનંદજી મહારાજ (સેક્રેટરી, રામકૃષ્ણ મિશન, ખેતરી-રાજસ્થાન)નાં વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર્ય ઘડતર અને શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા વિશેનાં વ્યાખ્યાનોનો અલભ્ય લાભ મળ્યો. આ શિબિરમાં પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં રાજકોટના મેયરશ્રી વજુભાઈ વાળાએ સર્વધર્મસમભાવ, સંસ્કૃતિ, અંતરના શિક્ષણને ધ્યાનમાં રાખીને આવી શિબિરના આયોજન માટે આશ્રમને ધન્યવાદ પાઠવ્યા હતા.

શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે જણાવ્યું હતું કે આત્મવિશ્વાસ, દક્ષતા, સ્વગુણ પરિચય, શારીરિક-માનસિક સ્વસ્થતા, સંયમી મન, સ્વાવલંબન, સેવા દ્વારા ત્યાગવિનમ્રતા, નિર્ભયતા, આવે તો જ આપણે સ્વામી વિવેકાનંદના આદર્શને અનુસરી શકીએ. આ શિબિરમાં શ્રીમત્ સ્વામી સોમેશ્વરાનંદજી મહારાજે શિબિરાર્થીઓને આપણી ભીતર રહેલી અમાપ-અનંત શક્તિના સ્રોતની સ્પષ્ટ ખ્યાલ આપ્યો હતો. શ્રીમત્ સ્વામી જિતાત્માનંદજી મહારાજનાં ભક્તિભાવભર્યાં વૈદિક મંત્રોચ્ચાર, ભજન સંગીત, શ્રીરામકૃષ્ણ મંદિરના વિદ્યાર્થીઓએ ભજવેલ નાટક જનગણના ફિરસ્તા: સ્વામી વિવેકાનંદ અને દરરોજની બે ક્લાક જેટલી ચાલેલી પ્રશ્નોત્તરીના કાર્યક્રમો એક અનોખું આકર્ષણ બની રહ્યા. આ કાર્યક્રમોનું સંચાલન સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કર્યું હતું.

વાર્ષિક મહોત્સવના ઉપલક્ષ્યમાં તા. , , ૧૦ મે, ’૯૨ ત્રણેય દિવસ થયેલું જાહેરસભાનું આયોજન

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી, અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં તા. ૮, ૯, ૧૦ મે, ’૯૨ શુક્ર-શનિ-રવિ દરરોજ સાંજે ૭ વાગે શ્રીરામકૃષ્ણ મંદિરની નીચેના હોલમાં જાહેરસભાનું આયોજન થયું હતું. તા. ૮મે ના રોજ શ્રીરામકૃષ્ણદેવ અને આધુનિક જીવનની સમસ્યાઓ, તા. ૯ મેના રોજ નારી જીવનનો નવો આદર્શ શ્રી શ્રીમા શારદાદેવી તેમજ તા. ૧૦ મેના રોજ ભારતના માર્ગદર્શક સ્વામી વિવેકાનંદ એ વિષય પર શ્રીમત્ સ્વામી જિતાત્માનંદજી મહારાજ, શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ અને શ્રીમત્ સ્વાર્થી સૌમેશ્વરાનંદજી મહારાજનાં મનનીય પ્રવચનોનો રસપ્રદ કાર્યક્રમ રહ્યો હતો. આ ત્રણેય દિવસે બહોળી સંખ્યામાં ભક્તજનોએ આ અમૃતવાણીનો લાભ લીધો હતો. જાહેરસભાના કાર્યક્રમનું સંચાલન શ્રી મનસુખભાઈ મહેતાએ કર્યું હતું.

તા. ૧૦ મે, ’૯૨ રવિવાર સવારે થી ૧૨ આધ્યાત્મિક શિબિર

તા. ૧૦ મે, ૧૯૯૨ રવિવારે સવારે ૮થી ૧૨ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ અને શ્રીમત્ સ્વામી સોમેશ્વરાનંદજી મહારાજના સાંનિધ્યમાં એક આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ૪૦૦ જેટલાં ભાવિકજનોએ આ બંને સ્વામીજી ઉપરાંત જિતાત્માનંદજી મહારાજનાં પ્રવચનોનો લાભ લીધો હતો. બે એક કલાક સુધી ચાલેલી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ એક અનેરું આકર્ષણ બની રહ્યો હતો. આ શિબિરનું સંચાલન સ્વામી જ્ઞાનેશાનંદજીએ કર્યું હતું.

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.