રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો દ્વારા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી

ચંડીગઢ કેન્દ્ર દ્વારા ૧૨ મી જાન્યુઆરીએ વિવિધ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓની શોભાયાત્રા, વક્તૃત્વ સ્પર્ધા, મુખપાઠ સ્પર્ધા, સમુહગાન અને સ્વામીજીના જીવનસંદેશ પરના નાટકોનો કાર્યક્રમ યોજાયો હતો.

પુરી કેન્દ્રમાં યુવારેલી, વક્તૃત્વ સ્પર્ધા, આજુબાજુનાં ગામડાંમાં જાહેર સભાઓનું આયોજન થયું હતું.

૨૩ જાન્યુઆરી એ સિક્રા-કુલિનગ્રામ કેન્દ્રમાં યોજાએલ સમારંભમાં ૧૮૦૦ વિદ્યાર્થિઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય યુવા દિનના ઉપલક્ષ્યમાં ૩૦મી જાન્યુઆરીના રોજ શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન નટ્ટર મપલ્લી શાખા દ્વારા થયું હતું.

રામકૃષ્ણ મઠ અને મિશનના શાખા કેન્દ્રોના વિવિધ સમાચાર

મદ્રાસ (તામિલનાડુ)

વિવેકાનંદ કૉલેજ, મદ્રાસના વિદ્યાર્થીઓએ મદ્રાસ યુનિવર્સિટી દ્વારા માર્ચ એપ્રિલ ’૯૨માં લેવાયેલ પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં હતાં –

બી.કોમ. – પ્રથમ અને દશમું., બી.એ. (સંસ્કૃત) – પ્રથમ, દ્વિતીય, તૃતીય., બી.એ. (દર્શનશાસ્ત્ર) – તૃતીય

બી.એ. (ઇતિહાસ) – પાંચમું., એમ.એ. (દર્શનશાસ્ત્ર) – પ્રથમ, દ્વિતીય, અને તૃતીય.,

એમ.એ. (સંસ્કૃત) – પ્રથમ

સારદાપીઠ, બેલુર (પં બંગાળ). વિદ્યામંદિર કૉલેજ, સારદાપીઠ, બેલુરના વિદ્યાર્થીઓએ કલકત્તા યુનિવર્સિટી દ્વારા ૧૯૯૨માં લેવાયેલ બી.એસસી. પાર્ટ-૨ (ગણિત શાસ્ત્રમાં ઓનર્સ)ની પરીક્ષામાં ૩, ૪, ૭, ૧૧, ૧૬, ૧૭મા સ્થાને સફળતા મેળવી છે.

કોયમ્બતુર (તામિલનાડુ)

પોતાની શાળા – કૉલેજમાં વધુમાં વધુ અપંગજનોને નોકરી આપવા માટે કોઈમ્બતુરના આશ્રમના વિદ્યાલયને મુખ્યમંત્રીશ્રીનો એવોર્ડ અપાયો હતો. કોઈમ્બતુરમાં પ્રજાસત્તાક દિને યોજાયેલ રાજયકક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં આ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક મેળવ્યા હતા. (૪ x ૧૦૦ મિટરની રીલે દોડમાં)

આલોંગ (અરૂણાચલ પ્રદેશ)

કલકત્તાના બિરલા ઈન્ડસ્ટ્રિયલ અને ટેક્નૉલોજી ભવનના ઉપક્રમે પૂર્વ ભારત વિજ્ઞાન પ્રદર્શનમાં યોજાએલ વિજ્ઞાન ક્વીઝ સ્પર્ધામાં આલોંગ (અરૂણાચલ પ્રદેશ)ની શાળાનો એક આદિવાસી વિદ્યાર્થી ત્રીજા ક્રમે અને પ્રદર્શન વિભાગમાં બીજા ક્રમે આવ્યો છે.

રાહત સેવા કાર્યા:

તામિલનાડુ પૂર અને વાવાઝોડા રાહત સેવા કાર્ય – મદ્રાસ: આશ્રમ દ્વારા ૫૦૦ ટુવાલ, ૫૦૦ સ્ટીલની થાળી અને પાણીના પવાલાનું રામેશ્વરમ્ ના ધનુષ્કોટિ વિસ્તારના કમ્બીપાડા અને પાલેમ ગામના ૨૮૩ કુટુંબોમાં વિતરણ થયું હતું. શ્રીરામકૃષ્ણદેવના જન્મજયંતી મહોત્સવ નિમિત્તે આજ ગામના ૧૧૦૬ વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું હતું.

દિલ્હીના આશ્રમ દ્વારા સંજય અમર કોલોનીના આગથી અસરગ્રસ્ત લોકોને ૧૦૦ ગરમ ધાબળા અપાયા હતા.

પશ્ચિમ બંગાળ પૂર રાહત સેવા:

પુરુલિયા જિલ્લાના લાઉસેનબેરા, સત સિમુલિયાના ગ્રામજનોને રાંધેલ અન્ન-ખિચડી ઉપરાંત ૬૩ ધાબળા, ૮૩ તૈયાર કપડાં, ૭૨૦ જૂનાં વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બિહાર દુષ્કાળ રાહત સેવા કાર્ય:

ગર્હવા જિલ્લાના રાંકા તાલુકામાં દાક્તરી સેવા પહોંચાડવામાં આવી રહી છે.

પં. બંગાળ-પુનર્વસવાટ કાર્ય:

પુરુલિયા જિલ્લાના લાઉશેન બેરા ગામમાં ૪૧ મકાનોનું બાંધકામ ચાલુ છે. આ જ વિસ્તારના સંત સિમુલિયા ગામનાં ૬૦ મકાનોનાં બાંધકામ માટેના પ્લાન આયોજન થઈ ચૂક્યા છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવતિથિ ઉત્સવ:

૨૩મી ફેબ્રુઆરીએ શ્રીરામકૃષ્ણદેવની ૧૫૮મી આવિર્ભાવ તિથિ નિમિત્તે સવારે ૫થી બપોરના ૧૨ સુધી મંગલઆરતી, ભજન, વિશેષ પૂજા, હવન, વગેરે કાર્યક્રમો યોજાયા હતા. સંધ્યા આરતી પછી સ્વામી જિતાત્માનંદજીના અધ્યક્ષસ્થાને શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ વિષે જાહેર સભા યોજાઈ હતી.

આ પ્રસંગે સવારના ૮ વાગ્યે આશ્રમ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન પણ થયું હતું, જેમાં શહેરની લગભગ ૩૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓનાં લગભગ ૨૦૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો અને ભાવિકજનોએ ભાગ લીધો હતો. શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના ફલોટ્સ ઉપરાંત સર્વધર્મસમભાવ દર્શાવતાં અન્ય સાત ફલોટ્સ અને બેનર્સથી શોભાયાત્રા આકર્ષક બની હતી. કણસાગરા સ્કૂલ, કોટક સ્કૂલ. ગણેશ વિદ્યાલય, કુંડલિયા કોલેજ, આનંદમયી સ્કૂલ, શેઠ હાઈસ્કૂલ વગેરેના શિક્ષક અને વિદ્યાર્થી ભાઈ-બહેનોએ આકર્ષક ફલોટ્સ રજૂ કરવા માટે જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રાના સમાપન પ્રસંગે આશ્રમ ખાતે કલેક્ટર શ્રી એસ. જગદીશને પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ચેતના વર્ષ નિમિત્તે વિભિન્ન શાળા-કૉલેજોમાં કાર્યક્રમો:

સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દી અને સ્વામી વિવેકાનંદની શિકાગો વિશ્વધર્મસભામાં લાભ લેવા સંબંધી શતાબ્દી ઉજવવા આ વર્ષને ભારત સરકારે ચેતના વર્ષ રૂપે જાહેર કર્યું છે. આ નિમિત્તે નીચેની શાળા-કૉલેજોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રવચનો, પ્રશ્નોત્તરી વગેરેના કાર્યક્રમો યોજાયા હતા.

૧૩-૧-૯૩ મહર્ષિ દયાનંદ સરસ્વતી મહિલા કૉલેજ ઑફ એજ્યુકેશન, જૂનાગઢ

૧૩-૧-૯૩ શ્રી ચંદ્રાસિંહજી માધ્યમિક શાળા, રાજપરા,કોટડા સાંગાણી

૨૧-૧-૯૩ ભારતીય વિદ્યાભવન સ્કૂલ, વડોદરા

૨૧-૧-૯૩ આર્યકન્યા શુદ્ધ આયુર્વેદ મહાવિદ્યાલય, વડોદરા

૦૯-૨-૯૩ બાર્ટન ટ્રેનિંગ કૉલેજ, રાજકોટ

૧૧-૨-૯૩ વિશુદ્ધાનંદ હાઈસ્કૂલ, ભાવનગર

૧૧-૨-૯૩ પી.ટી.સી. કૉલેજ, ભાવનગર

૧૩-૨-૯૩ શ્રી કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ, રાજકોટ

૧૪-૨-૯૩ સેંટ મેરીઝ સ્કૂલ, રાજકોટ

૨૧-૨-૯૩ સિસ્ટર નિવેદિતા સ્કૂલ, રાજકોટ

૨૭-૨-૯૩ કોટક કન્યા વિનય મંદિર, રાજકોટ

૧૦-૩-૯૩ જસાણી કૉલેજ, રાજકોટ

શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રતિયોગિતાઓનું આયોજન:

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષ યોજાતી ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી ભાષાની મુખપાઠ સ્પર્ધા, વકતૃત્વ અને નિબંધ સ્પર્ધામાં બાલમંદિરથી માંડીને કૉલેજ કક્ષાના કુલ ૨૧૭૨ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો, જેમાંથી ૫૩ પ્રથમ, ૭૨ દ્વિતીય, ૮૩ તૃતીય અને ૧૩૪ પ્રોત્સાહન ઈનામો એમ કુલ મળીને ૩૪૨ ઈનામો વિજેતા ભાઈ-બહેનોને શ્રીશ્રીસરસ્વતી પૂજા મહોત્સવ તા. ૨૮-૧-૯૨ના રોજ સાંજના ૪-૩૦ વાગ્યે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સતીશભાઈ માંડલિક અને સ્વામી પ્રમાનંદજીના અતિથિ વિશેષ સ્થાને યોજાયેલી સભામાં અપાયાં હતાં.

શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ:

ભૂજના શ્રીરામકૃષ્ણ યુવક મંડળ તરફથી ભારત ચેતના વર્ષ પ્રસંગે ૧૫મી જાન્યુઆરીએ શ્રીમત્ સ્વામી જિતાત્માનંદજી તથા સ્વામી જ્ઞાનેશાનંદજીનાં શક્તિસભર અને પ્રેરણામય વ્યાખ્યાન યોજાયાં હતાં. અતિથિવિશેષ તરીકે ક્ચ્છ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એસ. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ મંડળ તરફથી યોજાયેલ યુવા-સપ્તાહ દરમ્યાન સુલેખન સ્પર્ધા, અખિલ કચ્છ વિવેકાનંદ નિબંધ સ્પર્ધા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીભાઈ વ્હેનો માટે ‘વિવેકાનંદજીનાં સાંન્નિધ્યમાં પુસ્તક પર આધારિત શીઘ્ર પ્રશ્નમંચ આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધા, અધ્યાપન મંદિર માટે પરિસંવાદ તથા ભજન-સ્પર્ધામાં હરીફોએ ઉમળકાભેર બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિકો સ્વામી જિતાત્માનંદજીના વરદ્ હસ્તે અપાયાં હતાં.

શ્રીરામકૃષ્ણ સેવા મંદિર, વલ્લભવિદ્યાનગર:

શ્રીરામકૃષ્ણ સેવા મંદિર, વલ્લભવિદ્યાનગર દ્વારા શ્રીરામકૃષ્ણદેવના ૧૫૮માં પ્રાગટ્ય દિન નિમિત્તે જાહેર સભા, પારિતેાષિક વિતરણ વગેરે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૧૨૦૦ લોકોને માટે દરિદ્રનારાયણ ભોજનનું આયોજન થયું હતું.

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.