ઝળહળતો ઉજાસ
પરમ હંસ! એવું દીઠું કે
આવ્યા મમ આવાસ,
દૂર-સમીપે ક્યાંક સૂણું
તમ પગલાનો આભાસ!
ભલે વસ્યા હો ગગનગોખમાં
ક્યાંક તેજને દેશ,
મારે દ્વાર ફરકતો આવે
પ્રતિપલ તમ સંદેશ!
પવનલહરમાં સૂણું ધબકતા
તમ ઉર કેરા શ્વાસ! પરમ હંસ! એવું દીઠું કેo
લહું બિલોરી નભમાં શ્વેતલ
વાદળમાં તમ છાયા,
મુજ આંગણિયે, દેવ, તમે તો
ઉત્સવ થૈ ઉભરાયા!
બંધ લોચને જોઉં તમારો
ઝળહળતો ઉજાસ!
પરમહંસ! એવું દીઠું કેo
– ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
Total Views: 174
Your Content Goes Here