કેટલાં જન્મોનું તપ કે મા મળે

કેટલાં જન્મોનો જપ કે મા મળે

આમ તો એ હોય છે બસ પાસમાં

હોય શ્રદ્ધાનું જો બળ તો મા મળે

બાળકોની માંદગીમાં જાગતી

થઈ દુઃખી કરતી સુખી એ મા મળે

ના કશું માગે, કશી ફરિયાદ ના

પ્રેમ લૂંટાવે સતત એ મા મળે

માગવું પડશે નહીં બીજું કશું

મૂકવા માથું હવે બસ મા મળે

મા તણો ઉપકાર વાળી ના શકો

અંતરે સાચું ભજો તો મા મળે

Total Views: 237

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.