જીવનના રસ્તા ક્યાં સીધા,
આવે એમાં અગણિત બાધા.

શ્વાસ-વસ્ત્ર તો છે ફાટેલાં,
કરશો એમાં ક્યાંથી સાંધા,

ફૂલ તમે ના ચૂંટો એમ જ,
કંટક લેશે એમાં વાંધા.

પંખી ટહુકે નભ ઝૂક્ ને
બંસી સૂરે દોડી રાધા.

અંતે છે આ મૂઠી ખાલી,
લાખ ભલે ને ઠેબા ખાધા.

– હરીશ પંડ્યા

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.