રામકૃષ્ણ મિશનનાં ૧૯૯૩-૯૪ના વર્ષનાં જનહિત-સેવા કાર્યોનો અહેવાલ

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને ૧૮ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ બપોરના ૩.૩૦ વાગ્યે બેલૂર મઠમાં રામકૃષ્ણ મિશનની ૮૫મી સામાન્ય સભા મળી હતી.

૧૯૯૩-૯૪નાં રચનાત્મક કાર્યોમાં – ગુજરાતના લીંબડી કેન્દ્રનો મંગલ પ્રારંભ, રાંચીના સ્વાસ્થ્ય નિવાસ તેમજ વિશાખાપટ્ટનમના આદિવાસી લોકો માટેના હરતા-ફરતા દવાખાનાનાં ઉદ્ઘાટન – સૌથી વધુ ઉલ્લેખનીય કાર્યો રહ્યાં છે. તદુપરાંત ચેરાપુંજીનું આદિવાસી સંસ્કૃતિ સંગ્રહાલય, અરુણાચલ પ્રદેશના નરોત્તમનગ૨નું કૉમ્પ્યુટર કેન્દ્ર, રાંચી (મોરાબાદી)ના મશરુમ ઉછેર તાલીમઘર અને જમીન ચકાસણી માટેની પ્રશિક્ષણ પ્રયોગશાળા પણ મહત્ત્વના બનાવો છે.

રૂપિયા એક કરોડ ત્રીસ લાખના ખર્ચે ભારતનાં આઠ રાજ્યોમાં પુનર્વસવાટ રાહત સેવા કાર્યો પણ થયાં છે. આ રાહતકાર્યોમાં મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ભૂકંપગ્રસ્ત લોકો માટે બંધાયેલાં – ભવિષ્યના ભૂકંપથી સુરક્ષિત રહેણાકમાં – ૧૬૧ નિવાસસ્થાનો સૌથી વધુ મહત્ત્વનું રાહત પુનર્વસવાટ સેવા કાર્ય રહ્યું છે.

ગરીબ-તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ સહાય, શિષ્યવૃત્તિ અને વૃદ્ધ અને નિરાશ્રિત લોકોની આર્થિક સહાયતા પાછળ, એક કરોડ ઓગણસાઠ લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે.

રામકૃષ્ણ મિશનની ૯ હોસ્પિટલો અને ૮૭ દવાખાનાં દ્વારા ૪૬ લાખથી વધુ દરદીઓની દાક્તરી સેવા પાછળ ૧૦ કરોડ ૨૬ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

‘માણસ બનો અને માણસ બનાવો’ એ આદર્શને વરેલ એ રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક સંસ્થાઓનાં પરિણામ ઉજ્જવળ રહ્યાં છે. ૭૮ હજાર બહેનો અને ૧ લાખ ૨૨ હજાર જેટલા ભાઈઓ રામકૃષ્ણ મિશનની સંસ્થાઓમાં અભ્યાસ કરે છે. આ યોજના પાછળ ૩૨ કરોડથી પણ વધુ ૨કમનો ખર્ચ થયો છે. ગ્રામીણ વિકાસ અને આદિવાસી કલ્યાણ યોજના પાછળ રામકૃષ્ણ મિશન દ્વારા ૩ કરોડ ૬૨ લાખ રૂપિયા વા૫૨વામાં આવ્યા છે.

વડા મથક બેલૂરમઠ ઉપરાંત ભારત અને વિદેશોમાં મઠનાં ૭૭ કેન્દ્ર અને મિશનનાં ૮૨ કેન્દ્રો કાર્યરત છે.

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.