રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા બાળકો અને માતાઓ માટે નિદાન શિબિરનું આયોજન

રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા છેલ્લાં પચીસ વર્ષથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર-પ્રચારનું કાર્ય કરી રહેલ છે. સ્વામીજીના ‘શિવ ભાવે જીવ સેવા’ના આદર્શ અનુસાર કેન્દ્ર દ્વારા છેલ્લાં ૫ વર્ષથી (જાન્યુઆરી ૧૯૯૧)થી વડોદરામાં ‘સવાદ’ સ્લમ કૉલૉની ખાતે દર્દીનારાયણના આરોગ્ય માટે સેવા-રાહત દવાખાનું ચલાવવામાં આવે છે. આ દવાખાનામાં એક ઍમ.બી.બી.એસ. ડૉક્ટર, ટ્રેઈન્ડ નર્સ અને કંપાઉન્ડરની સેવાઓ અને ઉત્તમ પ્રકારની દવાઓ ખૂબ જ નજીવા દરે (ટોકન ચાર્જે) આપવામાં આવે છે. કેન્દ્રનો એક સ્વયંસેવક નિયમિત રીતે આ દવાખાનામાં હાજ૨ રહી સ્ટાફને કામકાજમાં મદદ કરવાની સાથે પ્રવૃત્તિ સંતોષકારક રીતે ચાલે તેની કાળજી રાખે છે.

દવાખાના દ્વારા આ વિસ્તારના જરૂરિયાતમંદ રહેવાસીઓના લાભાર્થે નિષ્ણાત ડૉક્ટરોને આમંત્રિત કરી નિદાન શિબિરો પણ યોજવામાં આવે છે. તા. ૨૨-૭-૯૫ના રોજ બાળકો અને સ્ત્રીઓનાં દર્દી માટે આવી જ એક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં બાળરોગ અને સ્ત્રીરોગના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા દર્દીઓની મફત તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સખત વરસાદ અને પ્રતિકૂળ આબોહવા છતાં ૭૦ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો.

આ જ પ્રકારની એક શિબિર આ અગાઉ પણ યોજવામાં આવી હતી. ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં આંખોનાં દર્દો માટે નેત્રયજ્ઞનું આયોજન પણ ક૨વામાં આવ્યું હતું.

ચાલુ માસથી દવાખાનામાં બાળરોગ અને સ્ત્રીરોગ અંગેનો કાયમી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જે અનુસાર દર ગુરુવારે બાળરોગ અને સ્ત્રીરોગના નિષ્ણાત ડૉક્ટરોની સેવા દવાખાનામાં સાંજે ૪થી ૬ દરમ્યાન ઉપલબ્ધ થશે. જરૂરિયાતવાળા દર્દીઓને લોહી પેશાબની તપાસ, ઍક્સ-રે તથા અન્ય ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટરોની સેવા અત્યંત નજીવા દરે મળી રહે તે માટે વડોદરાની જાણીતી હૉસ્પિટલ – બી.એમ. પરીખ ફાઉન્ડેશન ટ્રસ્ટ હૉસ્પિટલમાં વ્યવસ્થા કરેલ છે.

આમ દર્દીનારાયણ આરોગ્ય સેવા-‘સવાદ’ કૉલૉનીના આર્થિક રીતે નબળા રહેવાસીઓને તમામ સ્તરની આરોગ્ય સેવા પૂરી પાડવા કાર્યરત છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તેજસ્વી વિદ્યાર્થી ભાઈ – બહેનોનો સન્માન સમારંભ

શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રાંગણમાં તા. ૩૦-૭-૯૫ રવિવારે સવારના ૮થી બપોરના ૧૨ સુધી રાજકોટ શહે૨ની ૨૨ જેટલી વિવિધલક્ષી શિક્ષણ-સંસ્થાઓ, વિદ્યાલયો, શાળાઓ, છાત્રાવાસોમાંથી આશરે ૪૦૦ વિદ્યાર્થીઓને એકત્ર ક૨વામાં આવ્યા. વિશ્વશાંતિ-પ્રાર્થના વૈદિક મંત્રોચ્ચાર તથા સ્વામી વિવેકાનંદ દ્વારા આલેખિત અમર સ્વદેશ – મંત્ર પાઠ – ભજન સંગીતને લીધે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ તથા હર્ષનાં મોજાંઓ ફેલાઈ ગયાં.

આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી, રાજ્યના ઉર્જા મંત્રીશ્રી વજુભાઈ વાળા, સ્વામી જ્ઞાનેશાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, મનસુખલાલ મહેતા અને અન્ય વક્તાઓએ વિદ્યાર્થી-શ્રોતાઓને હૃદયસ્પર્શી પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું કે, ‘‘સ્વામી વિવેકાનંદનું ભારત દ્વારા વિશ્વ વિજયનું સ્વપ્ન તમે સાકાર કરો, સાચા મનુષ્યનું નિર્માણ થાય તેવા ધ્યેયલક્ષી અધ્યયન, અધ્યવસાય માટેનો પડકાર આજના વિદ્યાર્થી ભાઈ-બહેનો ઝીલી લેજો.” આ વિશેષ પ્રસંગે માધ્યમિક બૉર્ડની તથા ઉચ્ચતર માધ્યમિક બૉર્ડની પરીક્ષાઓમાં ઝળહળતી સફળતા મેળવનાર શહે૨નાં ૩૬ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકોના સંપુટ ઉપહારરૂપે આપીને તેમનું ઉચિત સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય જે વિદ્યાર્થી-બહેનોએ આ શિબિરમાં ભાગ લીધો હતો એ બધાંને ૧૦ પુસ્તકોના સેટ ભેટ આપવામાં આવ્યા હતા.

શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ ગુજરાતની મુલાકાતે

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ ૯મી સપ્ટેમ્બરે રાજકોટ પધારશે. ૧૦મીએ ઈચ્છુક ભક્તોને વિશેષ આધ્યાત્મિક માર્ગદર્શન પ્રદાન કરશે. ૧૧મીએ જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવ૨ણ ક૨શે. ૧૧મીએ રાજકોટ પાછા ફરી, લીંબડી, અમદાવાદ થઈ વિમાનમાર્ગે કલકત્તા પાછા ફ૨શે.

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.