રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ

રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે – ૧,૨,૩,૪,૫,૧૦ અને ૧૪.

રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા સંચાલિત બ્લાઇન્ડ બૉયઝ ઍકૅડમીના છ વિદ્યાર્થીઓએ પં.બંગાળ સૅકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ભાગ લીધો, અને એ છ વિદ્યાર્થીઓ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા, જેમાંથી પાંચને તો ૭૫ %થી વધુ માર્ક્સ મળ્યા છે.

રામકૃષ્ણ મિશન શારદા વિદ્યાલય, મદ્રાસના એક વિદ્યાર્થીએ એપ્રિલ ‘૯૬માં લેવાયેલ તામિલનાડુની એસ.એસ.એલ.સી. પરીક્ષામાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રામકૃષ્ણ મિશનના ચેરાપુંજી કેન્દ્ર દ્વારા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ માર્ચ ૯૬’માં મેઘાલય બોર્ડ ઑફ સૅકન્ડરી ઍજ્યુકેશન દ્વારા લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન શાખા) પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે – ૧,૨, ૪ અને ૫. આ જ શાળાના બે વિદ્યાર્થીઓએ બોર્ડ દ્વારા લેવાયેલ માધ્યમિક પરીક્ષાની આદિવાસી મેરિટ લિસ્ટમાં ૬ઠ્ઠું અને ૧૦મું સ્થાન મેળવ્યું છે.

રામકૃષ્ણ મિશન, નરોત્તમનગરનો રજત જયંતી મહોત્સવ

રામકૃષ્ણ મિશનના નરોત્તમનગર (અરુણાચલ પ્રદેશ) કેન્દ્રનો રજત જયંતી ઉત્સવ ૧૩ અને ૧૪ જુલાઇના રોજ ઉજવવામાં આવ્યો. સમારંભની અધ્યક્ષતા રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કરી. તેનું ઉદ્ઘાટન અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી માતા પ્રસાદના વરદ્ હસ્તે થયું. અરુણાચલ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી શ્રી ટી.એલ. રાજકુમાર અને અનેક મહાનુભાવો આ સમારંભમાં ઉપસ્થિત હતા. વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ, ભક્તો વગેરેએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક આ સમારંભમાં ભાગ લીધો.

પૂર રાહત કાર્ય

જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના ૩ ગામોના ૧૧૨ પૂરપીડિત પરિવારોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫૨૫ કિ. ચોખા અને ૧,૦૦૦ કિ. ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું.

શૈક્ષણિક રાહતકાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રામકૃષ્ણ મિશન, લીંબડીના સહયોગથી લીંબડી તાલુકાની ૧૪ શાળાઓમાં ૫૪૫ વિદ્યાર્થીઓને યુનિફૉર્મ વિતરિત કરવામાં આવ્યા હતા. ૧૪ શાળાઓના ૯૮૬ વિદ્યાર્થીઓમાં ૨,૬૯૨ નોટબુકો (૨૦૦ પાનાની) તેમ જ ૨૧૩ વિદ્યાર્થીઓમાં ૨૧૩ ટેસ્ટ બુકોના સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આગામી કાર્યક્રમો

સપ્ટેમ્બર૯૬ બુધવાર : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સંધ્યા આરતી પછી શ્રીકૃષ્ણની વિશેષ પૂજા, શ્રીશ્યામનામ સંકીર્તન વગેરે.

૨૦ ઑક્ટોબર રવિવાર : શ્રીશ્રી દુર્ગાપૂજા નિમિત્તે સવારે ૭ થી ૧૨ સુધી શ્રી દુર્ગાદેવીની વિશેષ પૂજા, હવન, ભજન વગેરે અને સંધ્યા આરતી પછી ‘મહિષાસુર મર્દિની સ્તોત્ર’ પાઠ.

૧૦ નવેમ્બર રવિવાર : શ્રીશ્રી કાલીપૂજા નિમિત્તે રાત્રે ૯થી શ્રીશ્રી કાલીમાતાની વિશેષપૂજા (પ્રતિમામાં), હવન, કાલીકીર્તન વગેરે.

* દરેક એકાદશીએ સંધ્યા આરતીના એક કલાક પહેલાં શ્રીરામનામ સંકીર્તન થાય છે. (૮ સપ્ટેમ્બર, ૨૩ સપ્ટેમ્બર, ૮ ઑક્ટોબર, ૨૨ ઑક્ટોબર, ૭ નવેમ્બર અને ૨૧ નવેમ્બર)

* દર બુધવારે, શનિવારે અને રવિવારે આરતીના એક કલાક પહેલાં ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે.

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.