शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं
वीणा-पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् ।
हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्
वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्

જેનું ધવલ સ્વરૂપ છે, બ્રહ્મવિચારના સારરૂપ પરમ લક્ષ્યમાં જે એકાગ્ર છે, જે જગતના આદિથી જ છે, જે સર્વ જગતમાં વ્યાપેલી છે, વીણા અને પુસ્તકને ધારણ કરનારી છે, જે અભય આપનારી છે, જે જડતા અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનારી છે, હાથમાં જેમણે સ્ફટિકની માલાને ધારણ કરેલી છે, જે પદ્માસનમાં બેઠેલી છે, એવી પરમેશ્વરી બુદ્ધિદાત્રી ભગવતી શારદાદેવીને હું વંદન કરું છું.

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.