कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तात: ।
इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥

गेयं गीता नामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् ।
नेयं सज्जनसंगे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥

તું કોણ છે? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? મારી માતા કોણ છે? અને મારા પિતા કોણ છે?
એમ તું વિચાર્યા કર; આ સર્વ જગત અસાર છે, તેમ જ વિચાર કરતાં સ્વપ્ન જેવું છે; તેનો ત્યાગ કરી ગીતાનું તથા વિષ્ણુસહસ્રનામનું ગાન કરવું;
લક્ષ્મીપતિ ભગવાનના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરવું, સજ્જનોના સંગમાં ચિત્ત લગાડવું અને ગરીબ લોકોને ધનનું દાન કરવું.

(આદિ શંકરાચાર્ય દ્વારા રચિત ‘ચર્પટપંજરિકા સ્તોત્ર’માંથી)

Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.