આદરણીયશ્રી અણ્ણા હજારેજીનો સાંપ્રત સમાજ લેખ વાંચ્યો, ગમ્યો. તેમની સૂઝ અદ્‌ભુત છે.

જોષી હર્ષદકુમાર, રાજકોટ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકના બહુ સારા પ્રકાશનો છે મને એમના બધા લેખો ગમે છે.

શાંતિ એન. લાખાણી, જુનાગઢ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. તેના યુવ વિભાગમાં ‘વેકેશનનો સદુપયોગ’ લેખ અંકમાં સૌથી વધારે સારો લાગ્યો, જે મારા વેકેશન દરમ્યાન મને માર્ગદર્શક બની રહ્યો. આ લેખ આજની ઊગતી પેઢી માટે ખૂબ લાભદાયી છે.

અભિજીત પરિહાર, ઉજ્જૈન, (મ.પ્ર.)

મે-૯૭નો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક વાચી ધન્ય થઇ જવાયું. આવરણ ચિત્ર પર શ્રીરામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ શતાબ્દી ઉજવણીની સાક્ષી બની રહેશે. સ્વામી જિતાત્માનંદજીનો શૂન્યતા વિષેનો લેખ ગમ્યો.

મહેશ હરિદાસ ઠક્કર, કેરા ભુજ

હું તો આશ્રમે ત્યાં આવી નથી કે આશ્રમ જોયો પણ નથી. પરંતુ જ્યારથી શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદ સ્વામીના લેખો અંકમાં વાંચવાનું ચાલું કર્યું ત્યારથી ખૂબ જ પ્રભાવિત થઇ છું.

વસંતબહેન તપસ્વિની, મોટા લીલીયા (જિ. અમરેલી)

મે -૯૭નો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક વાંચ્યો. આમાં ખાસ કરીને ડૉ. પ્રફુલ્લભાઇ વૈદ્યનો ‘આહાર અને રોગનો સંબંધ’ લેખ ઘણો જ ઉપયોગી અને અગત્યનો લાગ્યો.

ફકત એટલું જ ઉમેરીશ કે રામકૃષ્ણ મિશનની આપણી આ સંસ્થામાં ઘણા ડૉક્ટર્સ મિશનરીઓ દવાખાનાઓ હૉસ્પિટલો ચલાવે છે. આહાર અને રોગના સંબંધ દર્શાવતો લેખ આ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં કેટલો ઉપયોગી છે અને તેનો કેટલો અમલ થઇ શકે તેમ છે તેની પ્રાયોગિક ચકાસણી સાબિત થાય તો ઘણું જ ઉપયોગી થશે.

રસિક ર. શાહ, અમદાવાદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના લેખો, વાર્તાઓ વાચી ઘણો આનંદ થયો. લેખો ઘણા જ સારા છે. ભક્તિના તથા જ્ઞાનના લેખો સારા છે.

આઇ.બી. નાયક, ભાવનગર

અમારા વિદ્યાર્થીઓ હજુ નાના છે છતાં લાઇબ્રેરીમાં તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં આવતો ‘બાળ-વિભાગ’ અવશ્ય વાંચે છે. તેઓને તે વાર્તા ખૂબ ગમે છે. અને ક્લાસમાં જ્યારે વકતૃત્ત્વ સ્પર્ધા હોય છે, ત્યારે તેઓ તેમાં તે વાર્તાનો અવશ્ય ઉલ્લેખ કરે છે. આમ અમારી સ્કૂલ લાઇબ્રેરીમાં સૌ પ્રથમ આપનું જ સામયિક શરૂ થયું છે. તે બદલ હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

સુનિલ માલવણકર, સુરેન્દ્રનગર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ કાયમ વાંચું છું. ઠાકુરના કેટલા બધા સાહિત્યથી અમોને પરિચિત રાખો છો જેની તો અમોને જાણ પણ નથી. ખરેખર આ ગુજરાતી માસિકે ગુજરાત પર અને અમારા જેવા કેટલાય ઉપર ઘણા ઘણા ઉપકાર કરેલ છે.

મહેન્દ્રબા જાડેજા, ભાવનગર

ખરેખર અમને આ અંક ખૂબ જ ગમે છે. વાંચવાની પણ એવી મજા આવે છે તેથી આગળના અંકની રાહ જોઈએ છીએ. સાચે જ ‘સ્વામી વિવેકાનંદ’ના વિચારોથી જિંદગીનો નવો રાહ મળ્યો હોય એવું લાગે છે. અમુક અમુક વિચારો અપનાવીને તેનો અનુભવ પણ કરીએ છીએ. આવા વિચારો સાથે જિંદગી જીવવાની મજા આવે છે. પણ અફસોસ એટલો જ કે જ્યારે વિવેકાનંદ હતા ત્યારે આપણે ન હતા અને અત્યારે આપણે છીએ ત્યારે આવા કોઈક વિવેકાનંદજીની ખામી જણાય છે.

જયશ્રી ભીખાભાઇ માંગરોલીયા, વિસાવદર

મે-‘૯૭નો અંક સરસ રહ્યો. ખાસ તો ડૉ. દિપક ચોપડાની મુલાકાત, પૂ. ઇંદિરા બેટીજીનું ચિંતન, ભગવાન બુદ્ધ અંગેની વિવેકવાણી તથા સંપાદકીય સરસ રહ્યા, તો મધુ સંચય ઘણું બધું કહી જાય છે. આવી કોલમ આપવા બદલ આભાર.

રસિક એન. રૂપારેલ, જામનગર

મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી. મેં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ વાંચ્યું. મને ખૂબ જ ગમ્યું છે. અહીંની રામકૃષ્ણ લાઇબ્રેરીમાં જઇને જૂના અંકો કઢાવીશ. એમ થાય છે કે અત્યાર સુધી મેં તે ગુમાવ્યું છે.

ભારવી વોરા, ભુજ

रामकृष्ण ज्योत मासिक अंक पढने का अवसर मिला । बडा अच्छा लगा। इसमें जो शिक्षाप्रद कहानी थी वह मैंने अपनी बच्ची को सुनाई जो गुजराती पढना नहीं जानती, सुन कर बहुत ही खुश हुई तथा लगन से सीखना शुरू कर दिया। मुझे तो गुजराती पढना अच्छा लगता ही है, मुझे खुशी हुई कि इस शिक्षाप्रद पुस्तक ने मेरी बच्ची को भी गुजराती पढने का शौकिन बना दिया। यह पुस्तक वाकई में सराहनीय है व मैं भी इसे पाना चाहती हूं। इस अंक का लेख आधुनिक नारीके आदर्श श्री माँ शारदा देवी ज्ञानमय लगा और भी अन्य लेख सराहनीय है ।

सीमा राव, देवास (म.प्र.)

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.