વસે છે જે તારી ભીતર વળી તે બ્હાર પણ છે,
કરે ક્રિયાઓ જે સકલ કરથી ને ચરણથી –
ચલે જેની કાયા તમ સરવ છો, એહ ઈશ ઈશ ને
ભજો, તોડી અવર પ્રતિમા ચૂર્ણ કરી દો!

સધાયું જેનામાં ઊંચનીચનું એકત્વ યુગપત્
અને જે છે સાધુ – પતિત પણ એ એક જ તહીં!
અહો એ છે સત્તા કીટક પણ જે ભાસત વળી,
શકો જોઈ – જાણી, નગદ સત, જે વ્યાપ્ત સઘળે
ભજો, તેને, તોડો અવર પ્રતિમા ચૂર્ણ કરી દો!

નથી જેને કોઈ અતીત, નથી ભાવી પણ કંઈ,
નથી જેને મૃત્યુ, જનમ પણ જેને કદી નથી,
અને જેનામાં સૌ સતત વસીએ ને ભળી જશું
ભજો, તેને, તોડો અવર પ્રતિમા ચૂર્ણ કરી દો!

અહો, એ મૂઢાત્મા જન અવગણે જે જીવિત આ
પ્રભુને ને તેની પ્રતિછવિ અનંતાથી સભરા
બધી સૃષ્ટિ, છાંડી રઝળી રવડે કલ્પિત તહીં
નરી છાયા પૂંઠે – લઈ સહુ જતી ક્લેશ – કલહે!
ભજો, તેને, જે હ્યાં પ્રતિક્ષણ વસે છે નજરમાં
અને પેલી મૂર્તિ અવર સહુને ચૂર્ણ કરી દો

– સ્વામી વિવેકાનંદ

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.