न विद्यते यस्य गुणेषु सङ्गो न लिप्यते कर्मशुभा – शुभैर्यः ।
यस्सर्वभोक्ता-खिलकर्मकर्ता जगद्गुरु-र्भाति स रामकृष्णः ।। ८॥

જેને ન આસક્તિ ગુણો મહીં ને, તે સર્વકર્તા સકલાર્થ ભોક્તા,
લેપાય ના કર્મ શુભાશુભોથી; જગદ્‌ગુરુ શ્રીધર રામકૃષ્ણ.

भक्तानां हृदये जाग्र-द्योगिनां निटिले स्वपन् ।
सुष्वपन् ज्ञानिनां मूर्ध्नि रामकृष्णो जयत्यसौ ।।९।।

ભક્તોના હૃદયે જાગે, યોગી-ભાલે જ સ્વપ્નતા,
જ્ઞાનીને શિર નિદ્રામાં, શોભે શ્રીરામકૃષ્ણ આ.

एकत्र सम्मिलित – विश्चशुभस्वरूपा श्रीदक्षिणेश्वरपुरे विहिताधिवासा ।
अज्ञेषु कीर्णपरमात्म-सुखानुभूति – र्जीयाच्चिरं भरतवर्ष – महाविभूतिः ।।१०।।

એકત્ર સંમિલિત શક્તિ શુભસ્વરૂપ, જે દક્ષિણેશ્વર મહીં વસતા રહીને;
આપે જ અજ્ઞ જનને ય પરાનુભૂતિ, જીવો ઘણું ભરતવર્ષ મહાવિભૂતિ.

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.