महेशभावस्तव हृद्य एव मनुष्य भावस्तु ततोऽपि हृद्यः ।
आद्ये गभीरे हृदयं विषक्तं सौम्ये द्वितीये तु मनः प्रलीनम् ॥१४॥

મને ગમે છે તવ ઈશભાવ, તેથી ય રૂડો જ મનુષ્યભાવ;
હૈયું ગભીરે પ્રથમે સુલગ્ન, તો છે દ્વિતીયે મન પૂર્ણ લીન.

आनन्दसिन्धु-लहरीव चिदंबरोद्यत्-सौदामनीव भुवनत्रयदीपिकेव ।
कारुण्य तीर्थमिव भक्तिसरोजिनीव मुक्तिप्रमेव तवं राजति दन्तकान्तिः ॥ १५ ॥

ઊઠે પ્રહર્ષનિધિ ઊર્મિ તણા જ ઓઘ, કે દીપ શી ગગન-ચેતન વીજ વિશ્વે?
કારુણ્યતીર્થ સમ ભક્તિ-સરોજિની શી આ દન્તપંક્તિ તવ મુક્તિતણી પ્રભા કે?

कर्पूरनीरवमिव राजत-निर्झरीव क्षीरार्णवोर्मिरिव शारदचन्द्रिकेव ।
सच्चित्प्रभेव तवस भासुग्दन्तकान्तिः प्रोक्ष्य प्रसह्य शिशिरी-कुरुतेऽन्तरं मे ॥१६॥

કર્પૂરનીર સમ કે રજત પ્રવાહ? કે ક્ષીણ સાગર તરંગ સુદન્તમાલા?
સચ્ચિત્પ્રભા સમ અહા! મનને હરીને, જે શારદેન્દુ સમ શીત કરે જનોના.

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૧૪-૧૫-૧૬)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.