श्रीरामकृष्ण – चरितस्य तु बिन्दुमात्रं यस्संपिबेत् सकृदपि स्पृहया पुनस्सः ।
मूर्खोऽपि नान्यचरितं मनसापि भुङ्ते तत्तादृशी तदनुपाधिक- वश्यशक्तिः ॥ २५ ॥

શ્રીરામકૃષ્ણ ચરિતામૃત બિંદુમાત્ર, જે એકવાર પણ પાન કરે સ્પૃહાથી;
તે મૂર્ખ હોય પણ ના મનથી ય સેવે, કો’અન્યને અજબ આ તવ વશ્યશક્તિ.

क्षेत्रप्रदेशं चरणार्पणेन क्षेत्राधिदेवीं करमर्शनेन ।
गंगानदीं जाप्यवगाहनेन श्रीरामकृष्णोऽत्यधिकं पुनाति ॥२६॥

ક્ષેત્રપ્રદેશો ચરણાર્પણોથી, ને ક્ષેત્રદેવી કરપૂજનોથી;
ગંગાનદી સ્નાનથકી બનાવ્યાં, શ્રીરામકૃષ્ણે અદકાં પવિત્ર.

पूर्णावतारपुरुषस्य गदाधरस्य पादार्पणे सपदि भारतपुण्यभूमेः ।
सर्वांग-कन्दलित-कण्टक-कुङ्मलानि ब्रह्माण्डमण्डल-मशेषमहो पुनन्ति ॥२७॥

પૂર્ણાવતાર-પુરુષ પ્રભુ રામકૃષ્ણ, સ્પર્શો થકી ચરણના કરતા પ્રહર્ષ –
-રોમાંચ આ ભરતભૂમિ તણા શરીરે, બ્રહ્માંડમંડલ બધું જ કરે પવિત્ર.

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’માંથી (૨૫-૨૬-૨૭)

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.