શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં રાહતસેવાકાર્યો

* શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર-જામનગર જિલ્લાના ૭૫૦૦ મજૂરોને ગુજરાત સરકારની સહાયથી ૨૪ ટન ગોળ, ૨૪ ટન શિંગદાણાનું વિતરણકાર્ય થયું છે. ૩૦૦૦ કુટુંબોમાં જગ, કાપળ અને બીજી વસ્તુઓનું વિતરણકાર્ય થયું છે. ૬૦૦૦ પશુધન માટે ૨૨૦ ટન ઘાસનું વિતરણકાર્ય થયું છે. શેર એન્ડ કેર ફાઉન્ડેશન, યુ.એસ.એ. દ્વારા મળેલ સહાયથી ૨૦૦૦ ગરીબ કુટુંબદીઠ ૨૫ કિ. અનાજનું વિતરણ થયું છે.

* શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ૫ ગામડાંના ૫૫૦ કુટુંબોમાં ૪૪૦૦ કિ. અનાજ, ૫૫૦ કિ. તેલનું વિતરણકાર્ય થયું છે. પશુધન માટે ૨૦ ટન ઘાસનું વિતરણકાર્ય થયું છે.

* શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાજકોટ અને કચ્છ જિલ્લાના ૯ તાલુકાના ૪૬ ગામડાંમાં ૮૬૦ કુટુંબોના ૪,૭૬૭ માણસોને ૬,૨૦,૦૦૦ લિ. પાણી ૧૧,૬૪૦ કિ. ઘઉં, ૭૦૦૦ કિ. બાજરો, ૨,૨૬૮ કિ. ચોખા, ૨,૬૦૦ કિ. દાળ, ૧૩૩ કિ. તેલ, ૧,૫૬૮ કિ. ગોળ, ૩૩૦ કિ. ગાંઠિયા, ૫૮૦ કિ. ડુંગળી, ૬૮૦ કિ. બટેટા, ૫૦ સેટ થાળી-વાટકા-ગ્લાસ, ૨૭૫ સાડી, ૨,૨૦૦ બાળકોનાં કપડાં, ૨,૧૫૦ બહેનોનાં કપડાં, ૨,૫૭૫ ભાઈઓ માટેનાં કપડાં તેમજ ૨,૭૫૦ જોડી સ્લીપરનું વિતરણકાર્ય થયું છે અને ૧૧૮૫૦ પશુધન માટે ૮૦ હજાર લિ. પાણી, ૯૬ ટન ઘાસનું વિતરણ થયું છે.

* શ્રીરામકૃષ્ણ મિશન, ખેતડી દ્વારા રાજસ્થાનના બેગોર, ચાંદમારી, ચિરાની, જસરાપુર, ઝોઝુ, ખેતડી, લોનાકાધાની, ઉસરિયાકીધાની ગામડાંઓમાં ૧૨૭૦૦ કિ. પશુઆહારનું વિતરણ કરવામાં આવ્યું છે.

* શ્રીરામકૃષ્ણ મિશન, જયપુર દ્વારા જોધપુર જિલ્લાના ઝાઝીવાલકાલાન ગામમાં ૩૬૦ પશુઓ માટે પાણી, દાક્તરી સહાય, ૧૯૨ ક્વિ. સુકું ઘાસ, ૧૩૦૦૦ ગાંસડી લીલું ઘાસ અને ૯૦૦ કિ. ખાણદાણ આપવામાં આવ્યું હતું.

* શ્રીરામકૃષ્ણ મઠ, બાગબજાર દ્વારા કલકત્તાના નારકેલડાંગા વિસ્તારમાં લાગેલી આગથી અસરગ્રસ્ત બનેલા ૧૪૫ કુટુંબોમાં ૨૮મી મેના રોજ ૪૧૮ લુંગી, ૧૭૭ સાડી, ૨૯૦ ગમછા, ૩૫૨ બાળકોના કપડા, ૧૪૫ સેટ સ્ટેન્લેસ સ્ટીલ અને એલ્યુમિનિયમનાં વાસણોનું વિતરણકાર્ય થયું હતું.

* શ્રીરામકૃષ્ણ મઠ, ઇચ્છાપુર દ્વારા ગૌરહાટીની નજીકમાં ફાટી નીકળેલી આગથી પીડિત ૫૨ કુટુંબોમાં ૧૦૦ ધોતિયાં, ૧૦૦ સાડી, ૧૦૪ ગમછા, ૩૫ લુંગી, ૬૮ બાળકોના કપડા, ૫૨ સેટ સ્ટેન્લેસ સ્ટીલ અને એલ્યુમિનિયમનાં વાસણોનું વિતરણકાર્ય થયું હતું.

* શ્રીરામકૃષ્ણ મિશન, અગરતલા દ્વારા ત્રિપુરામાં ફાટી નીકળેલાં જાતીય તોફાનોમાં સપડાયેલાં અને ખાસ કલ્યાણપુર, રાણીબાજાર, ત્રિપુરા એન્જિી. કોલેજ કેમ્પસના અસરગ્રસ્ત ૩૦૭ કુટુંબોમાં ૧૦૦૦ ધોતિયા, ૧૦૦૦ સાડી, ઉપરાંત વાસણ અને દૂધનો પાવડર વગેરેનું વિતરણ કાર્ય થયું હતું. આ ઉપરાંત તેલીયામુરામાં ૩૫૦ કિ. ચીરા (મમરા કે પૌઆ જેવી વસ્તુ), ૧૦૦ કિ. ગોળ, ૫૦૦ પેકેટ બિસ્કીટ, ૧૦૦ કિ. દૂધનો પાવડર, ૧૫૦ ધોતિયાં, ૧૫૦ સાડીનું વિતરણકાર્ય થયું હતું. ૯૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

મૈસુરનું અનન્ય ભક્તસંમેલન

* શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈસુરમાં પોતાના હિરક મહોત્સવના ઉપલક્ષમાં રામકૃષ્ણ વિદ્યાશાળાના પ્રાંગણમાં ૩૫૦૦ ભક્તજનો, સ્વયંસેવકો અને ૯૨ સંન્યાસીઓનું એક ભક્ત સંમેલન ૧૮ થી ૨૧ મેના રોજ યોજાયું હતું. આ સંમેલનનું ઉદ્‌ઘાટન કર્ણાટક રાજ્યના રાજ્યપાલશ્રી શ્રીમતી રમાદેવીના વરદ હસ્તે થયું હતું. રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ સ્વામી હર્ષાનંદજી આ ઉદ્‌ઘાટન સમારંભના અધ્યક્ષ સ્થાને હતા. રામકૃષ્ણ મિશન, શિલોંગના સેક્રેટરી સ્વામી જગદાત્માનંદજીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ‘અમૃતવર્ષા’ નામની દ્વિભાષી સ્મરણિકાની વિમોચન વિધિ મુખ્ય મહેમાનના વરદ હસ્તે થયો હતો. શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના અંગ્રેજી ગ્રંથ ‘Eternal Values for a Changing Societyર”ના કન્નડ ભાષાના અનુવાદનો પ્રથમ ભાગ પણ બહાર પડ્યો હતો. શ્રીરામકૃષ્ણદેવ શ્રી શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદના જીવનસંદેશ; કર્ણાટકમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર આંદોલન; શિક્ષણ, આધ્યાત્મિકતા જેવા વિષયો પર એકત્રીસ જેટલા સુખ્યાત વક્તાઓ અને સંન્યાસીઓએ પોતાના પ્રવચનો આપ્યા હતા. સંતસમાગમમાં વિવિધધર્મ સંપ્રદાયના સાધુ સંન્યાસીએ આધ્યાત્મિકતા વિશે પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભજનસંગીત, કર્ણાટકનું શાસ્ત્રીય સંગીત અને હરિકથાનું આયોજન પણ થયું હતું.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : (૧) ગઠડા (ભચાઉ-કચ્છ)માં અનાજ વિતરણ. (૩) વિઠ્ઠલપર (વાંકાનેર) કપડાં-સ્લીપર વિતરણ.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : (૨) ભીલની વાંઢ (ભચાઉ-કચ્છ)માં અનાજ વિતરણ (૪) રામપર (રાજકોટ)માં ઘાસ વિતરણ.

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.