अस्पृष्टं प्रकृर्तेगुणैरनुपमंसूक्ष्मं विमूढात्मना-
मस्पष्टं सुविवेकिनां तु विशदं सच्चित्प्रमोदात्मकम् ।
सर्वोपप्लवशून्य- मेकमपरिच्छिन्नं महावैभवं
पूर्णै ब्रह्म भजन्ति धन्यपुरुषाः श्रीरामकृष्णाह्वयम् ॥४०॥

સ્પેર્શ્યું ના ગુણથી અનૂપ લસતું, જેને જુએ મૂઢ ના,
સ્પષ્ટ પ્રાજ્ઞજનો તણા મનમહીં, સચ્ચિત્પ્રમોદાત્મક,
માપ્યું ના જ મપાય નાશ ન મળે, એ એક ને વૈભવી,
પૂર્ણ બ્રહ્મ ભજે સુધન્ય પુરુષો, શ્રીરામકૃષ્ણ પ્રભુ.

कल्याणानां सुधांभोनिधि-मुपनिषदा-मुज्ज्वलच्चित्रभानुं नानाधर्मद्रुमाणां नवघन-मखिलश्रेयसां कामधेनुम् ।
योगीन्द्राणां समाधिं प्रणयिजनद्दशां सच्चिदानन्दचन्द्रं
शान्तं श्रीरामकृष्णं बहुषु नृषु महाभाग्यवन्तो भजन्ते ॥४१॥

કલ્યાણોની સુધાના નિધિ ઉપનિષદોને પ્રકાશંત સૂર્ય,
નાના ધર્મદ્રુમોના નવજલધરશા, શ્રેયની કામધેનુ;
યોગીન્દ્રોની સમાધિ પ્રણતનજરમાં સચ્ચિદાનંદચંદ્ર,
શાન્ત શ્રીરામકૃષ્ણ પ્રભુ સહુજનમાં ભાગ્યશાળી જ સેવે.

-શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમાંથી

Total Views: 119

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.