आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं
प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः ।
लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं
तस्मान्मां शरणागतं करुणया त्वं रक्ष रक्षाधुना ॥

(માનવનું) જોતજોતામાં રોજેરોજ આયુષ્ય ક્ષીણ થતું જાય છે, યૌવન નાશ પામતું જાય છે, ગયેલા દિવસો ફરી પાછા આવતા નથી, કાળ સતત આખા જગતનું ભક્ષણ કરી રહ્યો છે, લક્ષ્મી જલતરંગોનાં મોજાં જેવી ચપળ છે, જીવન વીજળી સમું ચંચળ છે. તેથી જ હે શિવભગવાન્! આપના શરણાગત એવા મારું, ખરે જ, કરુણાપૂર્વક રક્ષણ કરો!

(શિવાપરાધક્ષમાપનસ્તોત્રમ્ – શ્લોક : ૧૫)

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.