ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો

કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ અમલમાં મૂક્યો હોય એવા એ એક જ પુરુષ હતા. બુદ્ધ સિવાયના જગતના અન્ય સૌ પયગંબરો નિ:સ્વાર્થ કાર્ય કરવા માટે બાહ્ય હેતુથી પ્રેરાયા હતા…. પરંતુ કોઈ પણ હેતુ વગર કર્મ કરનાર બુદ્ધ આદર્શ કર્મયોગી છે. માનવજાતનો ઈતિહાસ તેમને સર્વ માનવોમાં હૃદય અને બુદ્ધિના અપૂર્વ સંયોગવાળા, આત્મશક્તિના સર્વોત્તમ વિકાસભર્યા શ્રેષ્ઠ પુરુષ તરીકે આલેખે છે: જગતે કદી ન જોયા હોય એવા એ મહાન પુરુષ હતા…’

ચાર આર્ય સત્ય

* દુ:ખ છે. 

* દુ:ખનું કારણ છે. 

* દુ:ખનું નિવારણ છે. 

* દુ:ખના નિવારણનો માર્ગ છે.

પંચશીલ

* હિંસા ન કરવાના આદેશને પાળો. 

* ચોરી ન કરવાના આદેશનું પાલન કરો. 

* વ્યભિચાર ન કરવાનો આદેશ સ્વીકારો.

* અસત્ય ન બોલવાનો આદેશ સ્વીકારો. 

* મદ્યપાન ન કરવાના આદેશનું પાલન કરો.

અષ્ટાંગ માર્ગ

* સમ્યક્ દૃષ્ટિ (અંધશ્રદ્ધા અને ભ્રમણાવિહીન-આર્યસત્યોનું જ્ઞાન) 

* સમ્યક્ સંકલ્પ (ઉચ્ચ અને ઉદાત્ત મેધાયુક્ત – સંકલ્પ) 

* સમ્યક્ વચન (નમ્ર, નિખાલસ સત્યનિષ્ઠ) સમ્યક્ કર્મ (શાંતિયુક્ત-નિષ્ઠા, પવિત્રપૂર્ણ) 

* સમ્યક્ જીવન શૈલી (પ્રાણીમાત્ર પ્રતિ આઘાત, કે હાનિ ન કરે તેવી જીવનશૈલી) 

* સમ્યક્ પ્રયત્ન (આત્મશિક્ષણ તથા આત્મસંયમ માટે) 

* સમ્યક્ મનોવૃત્તિ (સક્રિય સાવધાન મન)

* સમ્યક્ એકાગ્રતા (જીવનના સત્ય વિશે ચિત્તની એકાગ્રતા)

બુદ્ધના ઉપદેશ

* હત્યા ન કરો 

* ચોરી ન કરો 

* વ્યભિચાર ન કરો 

* અસત્ય ન બોલો 

* નિંદા ન કરો 

* કર્કશ વાણી ન બોલો 

* વ્યર્થ વાતો ન કરો 

* અન્યની સંપત્તિનો લોભ ન રાખો 

* તિરસ્કાર ન કરો 

* ન્યાયપૂર્વક વિચારો.

પુણ્ય કર્મ

* સુપાત્રને દાન આપો 

* નીતિનિયમોનું પાલન કરો 

* સદ્ વિચારનો અભ્યાસ અને તેની વૃદ્ધિ કરો 

* બીજાની સેવા શુશ્રૂષા કરો 

* માતાપિતા તથા વડીલોનું સન્માન કરો 

* પોતાના પુણ્યનો ભાગ અન્યને આપો 

* બીજા પોતાનું પુણ્ય આપે તેનો સ્વીકાર કરો

* સદ્ધર્મના સિદ્ધાંતને સાંભળો 

* સદ્ધર્મના સિદ્ધાંતનો પ્રચાર કરો 

* પોતાના દોષોનું નિવારણ કરો.

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.