न वै प्रार्थ्यं राज्यं न च कनकता भोगविभवे, न याचेऽहं रम्यां निखिलजनकाभ्यां वरवधूम् ।
सदा काले काले प्रमथपतिना गीतचरितो, जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥

હું રાજ્યની કામના કરતો નથી અને વિષયોના ભોગની બાબતમાં સુવર્ણની પ્રાર્થના પણ કરતો નથી. રમણીય, સર્વ મનુષ્ય જેની ઇચ્છા કરે છે એવી સુંદર વહુની કામના હું કરતો નથી, હંમેશ શિવ દ્વારા ગવાયેલા ચરિત્રવાળા, ભગવાન જગન્નાથ મારાં રક્ષણ માટે નેત્રના માર્ગમાં આવનારા બની રહો!

हर त्वं संसारं द्रुततरमसारं सुरपते, हर त्वं पापानां विततिमपरां यादवपते ।
अहो दीनानाथं निहितमचलं पातुमनिशं जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥

હે દેવોના સ્વામી! તમે અસાર, સંસારને એકદમ ઝડપથી હરી લો, હે યાદવોના સ્વામી! પાપોના બીજા વિસ્તારને તમે હરી લો, અહીં દીન અને અનાથ તથા જડ (દુ:ખમાં આવી) પડેલા એવા મારાં રક્ષણ માટે નેત્રના માર્ગમાં આવનાર ભગવાન જગન્નાથ બની રહો!

(જગન્નાથાષ્ટકમ્ – શ્લોક : ૭ – ૮)

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.