यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरौ ।
तस्यैते कथिता ह्यर्था: प्रकाशन्ते महात्मनः ॥

જેને પરમાત્મામાં પરમ ભક્તિ છે, તથા જેવી રીતે પરમાત્મામાં છે તેવી રીતે ગુરુમાં પણ છે; એ મહાત્મા પુરુષના હૃદયમાં જ રહસ્યમય અર્થ પ્રકાશિત થાય છે; એ જ પુરુષના હૃદયમાં પ્રકાશિત થાય છે. (શ્વેતાશ્વતર ઉપ. ૬.૨૩)

परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणो
निर्वेदमायान्नास्त्यकृतः कृतेन ।
तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत्
समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम्

કર્મથી પ્રાપ્ત કરી શકાય તેવા લોકોની પરિક્ષા કરીને બ્રાહ્મણ વૈરાગ્યને પ્રાપ્ત થાય, તથા એ સમજી લે કે કરેલા કર્મો દ્વારા સ્વત: સિદ્ધ નિત્ય પરમેશ્વર મળી શકતા નથી. એ પરબ્રહ્મનું જ્ઞાન મેળવવા માટે હાથમાં સમિધા લઈને, વેદને સારી રીતે સમજવાવાળા અને પરબ્રહ્મ પરમાત્મામાં સ્થિત ગુરુની પાસે વિનયપૂર્વક જાય.

(મુણ્ડક ઉપ.૧૨.૩)

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.