का त्वं शुभे शिवकरे सुखदुःखहस्ते आघूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गैः ।
शान्तिं विधातुमिह किं बहुधा विभग्नाम् मातः प्रयत्नपरमासि सदैव विश्वे ॥

હે કલ્યાણમયી મા! સુખ અને દુ:ખ તમારા બે હાથ છે; તમે કોણ છો? સંસાર રૂપી જલને, પ્રબળ તરંગો દ્વારા ચક્કર ચક્કર ફેરવો છો. શું તમે વિવિધ રીતે તૂટી પડેલી શાંતિને વિશ્વમાં પાછી પ્રતિષ્ઠિત કરવા માટે સદૈવ અહીં પ્રયત્નશીલ થઈ રહ્યાં છો? (૧)

या मामाजन्म विनयत्यतिदुःखमागैः आसंसिद्धेः स्वकलितैर्ललितैर्विलासैः ।
या मे बुद्धिं सुविदधे सततं धरण्याम् साम्बा सर्वा मम गतिः सफलेऽफले वा ॥

જે સદાસર્વદા મને પોતાની મનોહર લીલા દ્વારા અતિ દુ:ખમય રસ્તે થઈને સિદ્ધિલાભ સુધી લઈ જાય છે, જે આ પૃથ્વી પર મારી બુદ્ધિને સદા ઉત્તમ રીતે ચલાવી રહી છે; હું સફળ થાઉં કે નિષ્ફળ થાઉં, પરંતુ એ કલ્યાણમય અંબા જ મારી ગતિ છે. (૭)

(સ્વા. વિ. ગ્રંથ. ભાગ – ૬, પૃ. ૨૫૦-૫૧ ‘શ્રી અંબાસ્તોત્રમ્‌’-)

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.