રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા

* રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે ૧૨ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ – ઇચ્છાપુરના નવા બંધાયેલા દવાખાનાનાં મકાનનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

* ૨૦ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના સન્માનનીય રાજ્યપાલશ્રી વિષ્ણુકાંત શાસ્ત્રીના વરદ્‌ હસ્તે લખનૌ સેવાશ્રમમાં ‘બાયોમેડિકલ વેય્‌સ્ટ મેનેજમેન્ટ કોમ્પલેક્ષ’નું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે બહાર પડેલી સ્મરણિકાનો વિમોચન વિધિ પણ કર્યો હતો.

* રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે રામકૃષ્ણ મઠ, હૈદરાબાદમાં ‘ગીતાદર્શનમ્‌’ નામના ભવનનો શિલારોપણ વિધિ ૨૨ સપ્ટેમ્બરના રોજ કર્યો હતો.

* શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે ૨૫ સપ્ટેમ્બર રામકૃષ્ણ મિશન કોન્તાઈ સેવાશ્રમમાં દવાખાનાના મકાનનો શિલારોપણ વિધિ કર્યો હતો.

* રામકૃષ્ણ મઠ, ત્રિસૂરે પોતાનો અને રામકૃષ્ણ ગુરુકુળ વિદ્યામંદિરનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ ૨૪ સપ્ટેમ્બરના રોજ ઉજવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કેરળના સન્માનનીય રાજ્યપાલ શ્રી સિકંદર બખ્તના વરદ્‌હસ્તે થયું હતું.

* આસાન સોલ આશ્રમના કન્યાપુર લીંક રોડ ખાતેના નવા કેમ્પસમાં હાઈસ્કૂલના નવા બંધાયેલા ભવનનું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્‌હસ્તે ૪થી ઓકટોબરના રોજ સંપન્ન થયું.

* ૯મી આક્ટોબરના રોજ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે બારીસાત (ઉત્તર ચોવીસ પરગણા, પશ્ચિમ બંગાળ)માં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનો અનાવરણવિધિ કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલી સભામાં અધ્યક્ષ સ્થાને શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ રહ્યા હતા. તેમણે તેમજ શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ, શિવમયાનંદજી મહારાજ તેમજ સ્થાનિક વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં.

* બાંગ્લાદેશમાં બાલિયાતી, બારીસાલ, ઢાકા, દીનાજપુર, હબીગંજ, નારાયણગંજ અને સિલહાટમાં દુર્ગાપૂજા મહોત્સવ ઉજવાયો હતો.

* ઢાકા કેન્દ્રમાં ઉજવાયેલા દુર્ગા પૂજા મહોત્સવમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી શેખ હસિના, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી એચ. એમ. ઈર્શાદ, સ્થાનિક સંસ્થાઓ અને ગ્રામ્ય વિકાસ ખાતાના મંત્રી શ્રી અબ્દુલ મન્નન ભુઈયા, ગૃહમંત્રી શ્રી અલ્તાફ હુસેન ચૌધરી, મેયર શ્રી સાદેક હુસેન ખોકા અને બીજા અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિલહટ કેન્દ્રમાં દુર્ગા મહોત્સવ પ્રસંગે બાંગ્લાદેશના નાણાંમંત્રી શ્રી એમ. સૈફુર રહેમાન, ફ્રાંસના બાંગ્લાદેશ ખાતેના એલચી અને સ્થાનિક સદ્‌ગૃહસ્થો ઉપસ્થિત રહ્યા હતા.

* મોરેશિયસ કેન્દ્રમાં ઉજવાયેલા દુર્ગા પૂજા મહોત્સવમાં ભારતના હાઈકમિશનર શ્રી વિજયકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

* રામકૃષ્ણ મઠ આંટપુરમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય શ્રીમત્‌ સ્વામી પ્રેમાનંદજી મહારાજના પૈતૃક નિવાસસ્થાનના નવી રીતે મરામત કરેલાં મકાનોનું (કે જ્યાં શ્રી શ્રીમા શારદાદેવી પ્રસંગોપાત ૧૮૮૯ અને ૧૮૯૪માં રહ્યાં હતાં.) ઉદ્‌ઘાટન શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્‌હસ્તે પહેલી સપ્ટેમ્બરના રોજ થયું હતું.

* રામકૃષ્ણ મિશન આલોંગની શાળાના એક શિક્ષકને પાંચમી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રિય એવોર્ડ અને રાજ્ય એવોર્ડ મળ્યો છે.

* નેત્ર ચિકિત્સા કેમ્પ : ચંદીગઢ કેન્દ્રમાં ૨૦મી ઓક્ટોબરે ૨૨૫ દર્દીને ચકાસવામાં આવ્યા હતા. પોરબંદર કેન્દ્રમાં ૨૫૫ દર્દીઓને ચકાસીને ૧૯ દર્દીઓના ઓપરેશન થયાં હતાં. સિલ્ચર કેન્દ્રમાં ૩૩૦ દર્દીઓને ચકાસીને ૭૬ ઓપરેશન થયાં હતાં. ઉલસુરમાં ૨૩૦ દર્દીઓને ચકાસીને ૬૦ ઓપરેશન થયાં હતાં.

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.