ભારતના બે મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ અને સતીષ ધવને ‘ઇન્ડિયન સ્પેય્‌સ રિસર્ચ ઓર્ગેનિઝેશન – ઈસરો’ની સ્થાપના અને તેના સાર્વત્રિક વિકાસ માટે ઘણું ઘણું કર્યું છે. ૩૦ વર્ષની આ સંસ્થાએ રાષ્ટ્રને અને વિશ્વને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે ઘણાં મૂલ્યવાન પ્રદાન કર્યાં છે. એન્ટ્રિક્સ કોર્પોરેશન વિશે આપે સાંભળ્યું છે? એ તો ઈસરોનું એક કોમર્શિયલ પાસું છે. ઈસરોએ શરૂ કરેલું આ એક નવું બાળક-સંતાન છે. એન્ટ્રિક્સનો ઉપયોગ કરવા માટે અમેરિકા અને ફ્રાંસ વચ્ચે ચડસા ચડસી શરૂ થઈ છે. એની પ્રતિમાઓની ગુણાત્મક સુધારણા એ એને વિશ્વવિખ્યાત બનાવ્યું છે. આ ઈસરોની સિદ્ધિઓ વિશે ભારતીયો ગર્વ અનુભવી શકે. ઈસરોના પાંચ સેટેલાઈટ દ્વારા મળેલી પ્રતિમાઓ બજારમાં મૂકીને ચાલીસ મિલિયન ડોલરની કમાણી કરી છે. એન્ટ્રીક્સે યુરોપિયન કમિશન માટે ખેતીવાડી અને વનવિકાસ; જાપાન માટે જ્વાળામુખી વિશેની માહિતી; યુએસએ માટે ટેલિફોન નેટવર્ક મેપિંગ, રેલરસ્તા, એરલાઈન્સ; થાઈલેન્ડ માટે માહિતી આપવાનું કાર્ય કર્યું છે. એન્ટ્રિક્સનું કામકાજ વધી રહ્યું છે. એન્ટ્રિક્સે હવામાન, વનસંપત્તિ, પૂરનિયંત્રણ, ખેતીવાડી, ખાણખનીજ, ખનીજતેલની સંભાવનાઓ, પુરાતત્ત્વવિદ્યા, નક્શાકામ, શિક્ષણ, આરોગ્ય સંભાળ, સંદેશવ્યવહાર અને મનોરંજન, વાહન વ્યવહાર, પાણીના સ્રોતો, પ્રકૃતિના વિનાશ સામે આરક્ષણ વ્યવસ્થા અને મહાસાગરો વિશેની વિવિધ માહિતી વિશે ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે.

એના તરફ આપણું ધ્યાન પ્રસંગોપાત જાય છે, હિંમતભરેલા સાહસપૂર્ણ પરિવર્તન કે અવકાશીકાર્ય તરફ અવારનવાર જતું નથી. ઓક્ટોબર ૨૦૦૧માં ઈસરોની જાહેર પ્રચાર-પ્રસારના માધ્યમોને સ્પર્શે તેવી એક ઘટના બની. ઓક્ટોબર ૨૦૦૧ની વહેલી સુંદર શીતળ પ્રભાતે ભારતના અવકાશયાનવાહક પીએસએલવી, સી૩ને અવકાશમાં છોડવામાં આવ્યું. તેણે ભારતના ‘ટેસ – ટેક્નોલોજી એક્સપેરિમેન્ટ સેટેલાઈટ’ને તેમજ બેલ્જિયમના ‘પ્રોબા’ અને જર્મનીના ‘બર્ડ’ના અવકાશયાનવાહક તરીકે કાર્ય કર્યું. બેલ્જિયમ અને જર્મનીએ આ સેવાની કિંમત ચૂકવી છે. સમગ્ર જગતે આ અવકાશી ઘટનાની નોંધ લીધી તેનાં અનેક કારણો છે. પહેલું તો ‘પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ – પીએસએલવી’એ પોતાના બીજા સફળ અવકાશગમન દ્વારા પોતાની વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી. ‘ટેસ’ની રૂપરેખા અને તેનું સંપૂર્ણ બનાવટ ભારતમાં થઈ છે. તે ગુણવત્તાભરેલી પ્રતિમાઓના પ્રવાહની સાથે ઘણા ઉપયોગી સંદેશાઓ પણ મોકલી શકે છે. તેની પ્રતિમાઓ સંરક્ષણ હેતુઓ માટે જ છે. આ અવકાશમાં રહેલી એક કલાત્મક આંખનું કામ કરે છે. ‘ટેસ’ની ઇમેઝિંગ ટેક્નોલોજીને કારણે પણ એ સુખ્યાત બન્યું છે. ૧૯૧૯માં જન્મેલા ડો. વિક્રમ સારાભાઈ ગર્ભશ્રીમંત ગુજરાતી હતા, પરંતુ એણે પોતાનું જીવન વિજ્ઞાનને અને કળાને સમર્પિ દીધું. ડો. સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ કામ કરનાર આ વૈજ્ઞાનિકે અમદાવાદમાં જ ‘ફિજીકલ રિસર્ચ લેબોરેટરી’ની સ્થાપના કરી. ૧૯૬૨ થી ૧૯૭૨ સુધીના ગાળામાં તેઓ પોતાના વૈજ્ઞાનિક અભિગમને આકાર આપી રહ્યા હતા. એમનું સ્વપ્ન હતું કે માનવ અને સમાજની સાચી સમસ્યાઓ માટે અતિઆધુનિક ટેક્નોલોજીનો વિનિયોગ. આ કાર્ય માટે ૧૯૭૨માં ઈસરોની સ્થાપના થઈ. ડો. સતીષ ધવન એમના અધ્યક્ષ બન્યા ત્યારે એની સફળતાની મહોર લાગી ગઈ. ૧૯૨૦માં શ્રીનગરમાં જન્મેલા આ મહાન ભારતીય વૈજ્ઞાનિક અને અધ્યાપકે ઈસરોના વિકાસમાં ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ડો. એ.પી.જે. કલામ, ડો. રોદ્દામ નરસિંહ, ડો. યુ.વી. રાવ અને ડો. કે. કસ્તુરીરંગન જેવી મહાન વૈજ્ઞાનિક પ્રતિભાઓ આપણને ડો. સતીષ ધવને આપી છે. આ વૈજ્ઞાનિકોને આપણા દેશને રોકેટ ટેક્નોલોજીના યુગમાં લાવી મૂક્યો છે. ભારતે ઈન્સેટ – સંદેશ વ્યવહાર અને બીજા હેતુઓ માટે તેમજ આઈઆરએસ – રિમોન્ટ સેન્સિંગ સેટેલાઈટ વિકસાવ્યા છે. એના દ્વારા ભારત અવકાશયાન વિજ્ઞાનમાં આજે મહત્ત્વનું રાષ્ટ્ર બની ગયું છે.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.