રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની રાહતસેવાપ્રવૃત્તિઓ

* ચાના બગીચાઓમાં થયેલા તોફાનોથી પીડિતોને પશ્ચિમ બંગાળના માલદા કેન્દ્ર દ્વારા જલપાઈગુડીના દેખલાપાડા ચાના બગીચાના ૨૨૨૯ લાભાર્થીઓમાં ૧૫૦૦ કિ. ચોખા, ૨૬૦ કિ. દાળ, ૧૦૦૦ કિ. બટાટાં, ૩૧૦ કિ. મીઠું અને બિસ્કીટ; કોહિનૂર ચાના બગીચાના ૨૭૫૩ લાભાર્થીઓમાં ૨૦૦ કિ. ચોખા, ૨૫ કિ. દાળ, ૨૦૦ કિ. બટાટાં, ૨૦ કિ. મીઠું; માઝેરદાબરી ચાના બગીચાના ૧૬૮૮ લાભાર્થીઓમાં ૨૦૦ કિ. ચોખા, ૪ કિ. દાળ, ૨૨૨ કિ. બટાટાં, મીઠું; રહિમબાદ ચાના બગીચાના ૪૫૦૩ લાભાર્થીઓમાં ૨૯૩ કિ. ચોખા, ૫૦ કિ. દાળ, ૫૦૦ કિ. બટાટાં, ૨૯ કિ. મીઠું; રઈમાતંગ ચાના બગીચાના ૨૭૯૪ લાભાર્થીઓમાં ૨૦૦ કિ. ચોખા, ૨૫ કિ. દાળ, ૨૦ કિ. મીઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

* ઓરિસ્સાના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા પુરી જિલ્લાના એક ગામના ગરીબ અને જરૂરતમંદ લોકોમાં ૬૫ સાડીઓનું વિતરણ થયું હતું.

* ચેરાપુંજી (મેઘાલય) કેન્દ્ર દ્વારા ૧૨ ગામડાંના ગરીબ લોકોમાં ૨૦૦ ધાબળા, ૧૫૦ ધોતી, ૧૫૦ સાડી, ૧૨૭ ચાદર, ૧૧૬૨ પાટલૂન અને ૩૯૯ તૈયાર કપડાંનું વિતરણ થયું હતું. 

* મુંબઈ કેન્દ્ર દ્વારા થાણા જિલ્લાના ૪ ગામમાં ૫૦૫૦ કિ. ચોખા અને ૨૫૦૦ કિ. દાળનું વિતરણ થયું હતું.

* શારદાપીઠ (બેલૂર મઠ) દ્વારા બે ગામડાના ગરીબ લોકોમાં ૫૦ ધાબળા, ૪૮ સાડી, ૧૬ ધોતિયાં, ૩૫ ચાદર,  ૪૦ મચ્છરદાની અને ૪૦ ફાનસનું વિતરણ થયું હતું.

* સિલચર (આસામ) કેન્દ્ર દ્વારા ૪ ગામના ગરીબ લોકોમાં ૮૦૦ સાડી, ૪૬૦ ધોતિયાં, ૨૦૦ ચાદર, ૨૦૦ મચ્છરદાની, ૨૪૦ દૂધપાવડર અને ૧૨૮૦ બિસ્કીટના પેકેટ્‌સનું વિતરણ થયું હતું.

નેત્રચિકિત્સાસેવા

ચેન્નાઈ મઠ દ્વારા ૨૮૦ દર્દીઓની તપાસ કરીને ૧૨૫ દર્દીઓને દવા અને ૧૦૬ દર્દીઓને ચશ્મા તેમજ ૨૨નાં ઓપરેશન થયાં હતાં.

લખનૌ કેન્દ્ર દ્વારા ૪૬૬ દર્દીઓની તપાસ કરીને ૩૦૫નાં ઓપરેશન થયાં હતાં.

મુઝફ્‌ફરપૂર કેન્દ્ર દ્વારા ૬૫૦ દર્દીઓની તપાસ કરીને ૪૧૦ દર્દીઓને દવા અને ૧૬૭નાં ઓપરેશન થયાં હતાં.

પટણા કેન્દ્ર દ્વારા ૧૦૯૫ દર્દીઓની તપાસ કરાઈ હતી અને ૪૧૨ દર્દીઓને ચશ્મા તેમજ ૨૩૫નાં ઓપરેશન થયાં હતાં.

પોરબંદર કેન્દ્ર દ્વારા ૨૨૨ દર્દીઓની તપાસ કરીને ૨૦૦ દર્દીઓને દવા અને ૨૨નાં ઓપરેશન થયાં હતાં.

રાજમુંદ્રી કેન્દ્ર દ્વારા ૫૭ દર્દીઓની તપાસ કરીને ૧૧નાં ઓપરેશન થયાં હતાં.

શારદાપીઠ બેલૂર દ્વારા ૯૭૩ દર્દીઓની તપાસ કરીને ૩૨૬ દર્દીઓને ચશ્મા તેમજ ૧૩૪નાં ઓપરેશન થયાં હતાં.

સારગાચ્છી કેન્દ્ર દ્વારા ૬૪૨ દર્દીઓની તપાસ કરીને ૪૬૪ દર્દીઓને દવા અને ૨૨૪ દર્દીઓને ચશ્મા તેમજ ૭૧નાં ઓપરેશન થયાં હતાં.

સિલચર કેન્દ્ર દ્વારા ૧૭૨ દર્દીઓની તપાસ કરીને ૩૩નાં ઓપરેશન થયાં હતાં.

ઉલસૂર કેન્દ્ર દ્વારા ૪૫૦ દર્દીઓની તપાસ કરીને ૯૧નાં ઓપરેશન થયાં હતાં.

વિદ્યાકીય સિદ્ધિ

સરીસા શાળાનો વિદ્યાર્થી ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ત્રીજા ક્રમે અને રામહરિપુરનો વિદ્યાર્થી ૧૦મા ક્રમે આવ્યો.

વિવેકનગર ત્રિપુરા શાળાનો પાંચમા ધોરણનો વિદ્યાર્થી યુનાઈટેડ નેશન્સ ઈન્ફો. ટેસ્ટ, ૨૦૦૩માં સમગ્ર ભારતવર્ષમાં ૬ઠ્ઠા ક્રમે આવ્યો છે. ધો.૭ના એક વિદ્યાર્થીએ કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, ન્યુદિલ્હી દ્વારા લેવાયેલી પરીક્ષામાં તબલાવાદન પર રાષ્ટ્રિય શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી છે.

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.