(ગતાંકથી આગળ)

આ પહેલાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ બે સૂરોની વચ્ચે જે વ્યવધાન છે તે સ્પષ્ટ રૂપે પરિલક્ષિત થતું નથી. પરંતુ જો જે લોકો એમાં પારંગત છે તેમને પ્રત્યેક સૂક્ષ્મ સૂર ન સમજાય તો પણ તેનો થોડોઘણો બોધ કે થોડું ઘણું જ્ઞાન આવી જાય છે. શાસ્ત્રકારોએ એક સપ્તક ‘સા’ થી લઈને ‘ની’ સુધી સપ્ત સૂરોની વચ્ચે જે વ્યવધાન રહેલું છે એ બધાને અખંડ ગણીને ૧૧ ભાગ કરવામાં આવ્યા છે. અર્થાત્‌ સમાન્યત: જેમ એક ગ્રામની ભીતર સાત પ્રધાન સૂરોને પણ કેટલાક કોમળ સ્વરો સિવાય સહજ રીતે ઓળખી શકાતા નથી; પરંતુ અત્યંત કેળવાયેલા કાનને તેના તારતમ્યનું જ્ઞાન અપેક્ષા કરતાં વધારે માત્રામાં થાય છે. પૂરા ગ્રામમાં ૨૧ ભાગ હોય છે. એમાંથી એક એક ભાગનું નામ શ્રુતિ છે.

કોમલ સૂર

આ શ્રુતિઓમાંથી કેટલીક શ્રુતિઓનો સંગીતમાં ઉપયોગ થાય છે. એમાંથી જેમનો ઉપયોગ પોતાનાથી ઉચ્ચ શુદ્ધ સ્વરને બદલે થાય છે એનું નામ છે કોમલ સૂર.

તીવ્ર સૂર

જેમનો ઉપયોગ કોઈ નિમ્નશુદ્ધ સ્વરને બદલે થાય છે તેને તીવ્ર સૂર કહે છે. રે,ગ,ધ,ની-કોમલ સૂરનો ઉપયોગ થાય છે. કેવળ મધ્યમનો તીવ્ર અર્થાત્‌ કોમલ પંચમનો ઉપયોગ કરવામાં આવે છે-એનું નામ છે તીવ્ર મધ્યમ.

આ પહેલાં કહ્યું છે કે એક સપ્તક પાર થતાં જ ફરીથી એ જ સપ્તકના પદ પાછા આવી જાય છે. દા.ત. ‘સા’ થી આરંભ કરીને નિષાદ સુધી પહોંચી ગયા પછી ‘સા’ આવી જાય છે. (આને Harmony, બાજખાઈ કહે છે.) બીજો કોઈ સૂર કેમ સંભળાતો નથી? એનું કારણ સમજવા માટે અને એ વાતને સમજવા માટે પહેલાં ‘સ્વરસંયોગ’ (Harmony) કેને કહેવાય એ સમજવું યોગ્ય ગણાશે.

એક કે એકથી વધારે સ્વરોનો એક કે એનાથી વધારે સાથેના મિશ્રણને સ્વરસંયોગ (Harmony) કહે છે. વિભિન્ન સ્વરને મિશ્રિત કરીને જ્યારે એક નવીન સ્વર ઉત્પન્ન કરીએ છીએ ત્યારે એને આપણે (Harmony) કે સ્વરસંયોગ કહીએ છીએ.

આગળ બતાવ્યું છે કે બધા સ્વરો કંપનથી ઉત્પન્ન થાય છે. આ કંપનની ત્રણ પ્રકારની ક્રિયાઓ પ્રગટ થાય છે :

(૧) મંદ કંપન : જો કંપન ધીરે ધીરે થતું હોય તો અવાજનો વિસ્તાર વધે છે, જેને બાજખાઈ કહે છે, અને એ પ્રકાર ગંભીર છે. ગળામાં કંપન વધારે હોતું નથી એને લીધે અવાજનો વિસ્તાર વધારે પ્રમાણમાં થાય છે.

બીજું પણ એક પ્રકારનું કંપન છે. એના દ્વારા અવાજ દૂર સુધી સંભળાય છે. પ્રથમ પ્રકારનો અવાજ અત્યંત ગંભીર હોવા છતાં અને નજીકથી અત્યંત પૂર્ણ લાગવા છતાં પણ દૂરગામી બનતો નથી.

(૨) ક્ષિપ્ર કંપન : ઘણી મોટી માત્રામાં અને ત્વરાથી કંપન થાય તો અવાજ ઘણો ઉચ્ચ અને દૂરગામી બને છે. પરંતુ એનો વિસ્તાર ઓછો થઈ જાય છે. દા.ત. નારીકંઠ.

કલ્પના કરો કે એક યંત્ર અથવા કંઠમાંથી ૧૦૦ કંપનનો ધ્વનિ નીકળે છે; જો એક બીજા યંત્ર અથવા કંઠમાંથી એવી જ રીતે બરાબર ૧૦૦ કંપનનો એક ધ્વનિ નીકળે તો આપણને સ્પષ્ટ રૂપે જોવા મળશે કે એ બંને ધ્વનિઓ એક જ હશે. પરંતુ એક યંત્રમાંથી ૧૦૦ કંપન અને બીજામાંથી ૭૦ કંપન થાય તો થોડો ઘણો ધ્વનિ મળશે. પરંતુ જો ૫૦ કંપન હોય તો પણ લગભગ પૂરી રીતે મળશે. એનું કારણ એ છે કે એક સંખ્યા બે હોય તો એને બમણું કરીએ તો ચાર થાય. આ ચાર શું છે? એ કેવળ પેલા બેને બેવાર લેવું એ. આવી રીતે ૨ કરો તો આઠ થશે. આ આઠ શું છે? બેને માત્ર એકગણા નહિ પણ ૨ટ૨ટ૨ એટલે ૨ થયું. આ રીતે એક બે અને એક અન્ય ૨ માં કોઈ ભેદ નથી, પરંતુ ૪ વગેરે સાથે કેવળ ગુણાકારનો ભેદ છે.

આ રીતે ૧૦૦ કંપનથી ઉત્પન્ન થયેલો શબ્દ તથા ૧૦૦ કંપનથી ઉત્થિન થયેલા ૩ શબ્દમાં કોઈ ભેદ નથી અને ૫૦ કંપનથી વ્યુત્પન્ન થતા શબ્દની સાથે પણ કેવળ ગુણાકારનો ભેદ છે. આપણે એક ૧૦૦ અને એક ૫૦ કંપન દ્વારા ઉત્પન્ન શબ્દને એક કહીને ઓળખી જઈએ છીએ; એમાં ઉચ્ચ અને નિમ્નનો એક માત્ર ભેદ રહે છે. આને લીધે આપણે ભલેને ગમે તેટલો (સ્વરને) ઉપર લઈ જઈએ, એક સપ્તકના સિવાય એમાં બીજો કોઈ સ્વર આપણને મળશે નહિ.

આરોહ તથા અવરોહ ક્રમ

એક સ્વરને આધાર બનાવીને ક્રમશ: ઉપર ચઢતાં જવું એનું નામ છે આરોહ ક્રમ; અને ક્રમશ: નીચે ઊતરી જવું એનું નામ છે અવરોહ ક્રમ.

ગમક અને મૂર્છના : એક સૂર પર સ્થાયી બનીને તેનું કંપન કરવાની ક્રિયાને ગમક કહે છે. કોઈ સૂરમાંથી અવિચ્છેદ રહીને એક બીજા સૂરમાં જવાને ગમન કે મૂર્છના કહે છે.

ગિટકિરી : દ્રુતવેગમાંથી વિચ્છેદના ક્રમમાં કોઈ સૂરમાંથી આરોહી કે અવરોહી કે બંને ક્રમને મેળવીને કેટલાક સ્વરોનો નિર્દેશ કરવો એનું નામ ગિટકિરી.

યંત્ર બાંધવાના નિયમ

તાનપુરો : તાનપુરો ગાયનમાં સર્વાધિક ઉપયોગી બને છે. એમાં ડાબા હાથ તરફથી આરંભ કરીને પહેલો તાર પંચમનો હોય છે. એના પછી વચ્ચેના બે તારને સૂર તથા તેના પછીના નિમ્ન સૂરનો કરવો પડશે. 

પહેલાં વચ્ચેના બે તારને બાંધવા ઉચિત છે. પહેલાં જ કહેવામાં આવ્યું છે કે કયા સૂરને આધાર બનાવવો એ નિશ્ચિત નથી હોતું. એટલે વચ્ચેના બે તારને ઇચ્છામુજબ બાંધી શકાય છે.

બંને એ એક થવું જરૂરી છે. અર્થાત્‌ બંનેમાંથી પૂર્ણ સ્વરસંયોગ (હારમનિ) નીકળવી જોઈએ. પરંતુ એકવાર આધાર નક્કી કરી લીધા પછી તેમાંથી ખસી શકાતું નથી. એટલે પ્રથમ તારને પંચમ કરવો પડશે. આ મૂળ સ્વરના નિમ્નગ્રામમાં પંચમ કરી લેવો જોઈએ. અંતિમ તારને આ બંને મૂળ સ્વર જે ગ્રામના છે તેના જ નિમ્નગ્રામના ‘સા’ જેવા અર્થાત્‌ ‘પંચમ’, જે મૂળ સ્વરનો પંચમ છે, એ જ સ્વર કરી લેવો પડે. એટલે કે એની સાથે તાનપુરામાં પણ તેના સ્વરોની બરાબર અરધો સ્વરસંયોગ બનવો જોઈએ.

સિતાર : સિતારમાં મુખ્ય પાંચ તાર હોય છે. એમાંથી બે તાનપુરાની સમાન જોડી જેવા એટલે કે મૂળ સ્વરના તાર હોય છે. સિતાર છેડનારાના તારને આ મૂળ સ્વરના ઉપર રહેલા ગ્રામને માધ્યમ બનાવીને બાંધવાના હોય છે. જોડી તારની બીજી બાજુએ એક બીજો તાર પણ હોય છે. એ તારને ઉપરના ગ્રામના પંચમમાં ગોઠવવો પડે છે અને બાકીનાને તાનપુરાની સમાન જોડીના નિમ્નગ્રામના સ્વરમાં ગોઠવી લેવા પડે છે. સિતારમાં સામાન્યત: ૧૫ પડદા હોય છે. આ પડદા પર યથાક્રમે આંગળી રાખીને તેને વગાડવામાં આવે છે. 

એસરાજ : આ લગભગ સિતારને અનુરૂપ હોય છે અને એની તાર બાંધવાની પ્રણાલી પણ એના જેવી જ હોય છે. એમાં જો કાંઈ વધારે હોય તો તે આ છે કે તેની પાર્શ્વમાં કેટલાક તાર હોય છે. બાકીના બીજા બધા તાર સિતારની જેમ જ બાંધવામાં આવે છે. કેવળ કઈ પાર્શ્વમાં બાંધવા એનો નિયમ અલગ હોય છે.

કેટલાક પાર્શ્વના તારોને ‘સા’ થી આરંભ કરીને એક પછી એક બાંધે છે. પરંતુ એ ઉપરાંત એને એક બીજી રીતે પણ બાંધવાનો નિયમ છે. આ રીત અપેક્ષા કરતાં થોડી વધારે કઠિન હોવા છતાં પણ તેને બજાવવાની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. આ નિયમ આવો છે : જે રાગરાગિણી ગાવામાં આવે એ રાગરાગિણીઓમાં જે જે સ્વર પ્રયોજવાના હોય છે પાર્શ્વમાં રહેલા તારને બરાબર એ જ સ્વરોમાં બાંધવા પડે છે. પાર્શ્વમાં રહેલાનો અર્થ એ છે કે એના દ્વારા અનેક સૂરોનો સ્વરસંયોગ (હારમનિ) મેળવી શકાય છે. જો એક તાનપુરો, એક સિતાર તેમજ એક મૃદંગ એક જ સૂરમાં બાંધેલા હોય તો મૃદંગ પર આધાત કરતાં જ બીજા વાજિંત્રો પણ એની સાથે જ વાગવા માંડશે. આ નિયમ પ્રમાણે છડી પડવાની સાથે જ પાર્શ્વમાં રહેલા બધા તારોમાંથી અતિ અલ્પ અલ્પ સૂર નીકળીને એક સ્વરસંયોગની સૃષ્ટિ રચે છે. જે રાગ ગવાય છે કે વગાડાય છે જો એના પ્રમાણે પાર્શ્વને બાંધવામાં આવે તો એ રાગને ઉપયોગી થાય તેવો સ્વરસંયોગ એમાંથી નીકળે છે અને તેને વધારે મનોરમ્ય બનાવે છે.

વાયોલિન : આ દેશનું વાજિંત્ર નથી. એનું જન્મસ્થાન ઈટાલી છે. આ દેશમાં આ વાજિંત્ર પોર્ચ્યુગિઝ દ્વારા લાવવામાં આવ્યું છે.

તે તંતુના ઉપર એક છડી દ્વારા વગાડવામાં આવે છે. એમાં ચાર તંતુ હોય છે. જમણી બાજુથી શરૂ કરીએ તો બીજા તંતુમાંથી સૂર કાઢવામાં આવે છે. પ્રથમને તેના ઉચ્ચગ્રામના પંચમ અને એના પછીના નિમ્નગ્રામના નિષાદ અને એના પછી આવનારા નિમ્નગ્રામનો મધ્યમ સૂર કરવો પડે છે.

આમાં કોઈ પણ પડદો નથી હોતો. આંગળી દ્વારા અનુમાનથી સૂરની ધારણા કરી લેવી પડે છે.

(ક્રમશ:)

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.