ધાણેટીમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરના નવનિર્મિત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્‌ઘાટન

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા નવનિર્મિત ઉપર્યુક્ત પ્રાર્થના-મંદિરનું મંગળ ઉદ્‌ઘાટન ૨૦ સપ્ટેમ્બર, સવારે ૧૦.૦૦ વાગ્યે સ્વામી જિતાત્માનંદજીના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગના ઉપલક્ષ્યમાં યોજાયેલ વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનોની સભાને સંબોધતા એમણે કહ્યું હતું: ‘વિદ્યાર્થીઓ આ પ્રાર્થનામંદિરમાં દરરોજ પ્રાર્થના કરીને જીવનના સાચા સંસ્કાર અને સંસ્કૃતિ પામશે. વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં આત્મશ્રદ્ધા, આત્મશક્તિ અને જ્ઞાન માટેનો સાચો પ્રેમ જગાડવો જોઈએ.’

૧૫મી સપ્ટેમ્બરના રોજ શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદીપુરમાં ૨૦૦ યુવા ભાઈ-બહેનો માટે એક દિવસની યુવશિબિરમાં તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના નિયામક ડો. કોડવાણીએ યુવાશક્તિ કેળવવા વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

વિદ્યાર્થી દેવો ભવ

શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ, રતનપર (કચ્છ)ના ૨૦૦ ગરીબ અને પછાતવર્ગના વિદ્યાર્થી ભાઈ-બહેનોને ભોજનપ્રસાદ પછી યુનિફોર્મ અપાયાં હતાં.

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.