શ્રીમા શારદાદેવીની સાર્ધશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં તા. ૨૬ થી ૨૯ ડિસે. સુધી નારાયણસેવા

આશ્રમના પ્રાંગણમાં બાલાશ્રમ-વૃદ્ધાશ્રમનાં બહેનો, રિમાન્ડ હોમનાં બાળકો તેમજ મધર ટેરેસા આશ્રય ઘરમાં રહેતાં મંદબુદ્ધિના તેમજ અનાથોને ભોજન આપીને નારાયણ સેવા કરવામાં આવી હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ રોગીનારાયણસેવા

રાજકોટની નજીક કાળીપાટ ગામે આજુબાજુના વિસ્તારના ૧૫૦ જેટલાં આંખનાં દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં નિ:શુલ્ક ચિકિત્સા, દવા, ચશ્મા અને ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત-સંચયન’ – સસ્તાદરની આવૃત્તિનો વિમોચનવિધિ

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી પસંદ કરેલા પ્રસંગો સાથે આનુષંગિક વિશિષ્ટ પાવનકારી સ્થળો, શ્રીઠાકુરની સાધનાનાં સ્થળો, કામારપુકુર, દક્ષિણેશ્વર, શ્રીઠાકુરે કરેલી યાત્રાનાં સ્થળો, શ્રીઠાકુરના સંપર્કમાં આવેલ એમના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો, ગૃહસ્થ શિષ્યો, બંગાળની ખ્યાતનામ વ્યક્તિઓ, વિવિધ સાધનાપથના મહાન પથિકો, શ્રીઠાકુરના સંપર્કમાં આવેલ સ્ત્રીભક્તો, શ્રીઠાકુરના હસ્તાક્ષરની છબિઓ-તસવીરો સાથે શ્રીરામકૃષ્ણદેવનું સંક્ષિપ્ત જીવન, ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના પ્રકાશન પ્રસંગે શ્રીમા શારદાદેવીના આશીર્વાદ અને પ્રકાશનને પ્રેરતા સ્વામી વિવેકાનંદે ‘શ્રીમ.’ને લખેલ પત્રો, ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની સાહિત્યસામગ્રી વિશે શ્રીમ.નો અભિપ્રાયનો સમાવેશ કરીને કુલ ૫૬૦ પૃષ્ઠનું આકર્ષક જેકેટ સાથેનું ‘શ્રીરામકૃષ્ણ કથામૃત – સંચયન’ નામના પુસ્તકનો વિમોચનવિધિ ૨૧ જાન્યુઆરી, શુક્રવારે સાંજે ૬.૦૦ વાગ્યે યોજાયો હતો. આ સંચયનના તેમજ અખંડ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના પુન: પ્રકાશન માટે ઓરપાટ ટ્રસ્ટ, મોરબીના સુપ્રસિદ્ધ દાનવીર શ્રી ઓધવજીભાઈ પટેલે રૂપિયા ૧૦ લાખનું દાન આપ્યું હતું. આ દાનની સહાયથી સંચયન કાચુંપૂઠું રૂપિયા ૨૫/-માં વાચકોને મળશે. પાકુંપૂઠું રૂપિયા ૫૦/-માં મળશે. આ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું વિમોચન શ્રી ઓધવજીભાઈ પટેલના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે એમણે કહ્યું હતું કે મેં તો એક આ જ્ઞાનસેવાનું નાનું કાર્ય કર્યું છે. આ અમૃતજ્ઞાનનો લાભ સૌ લે એવી મારી ઇચ્છા છે. આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી અને રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ શ્રીરામકૃષ્ણ કથામૃતના મહત્ત્વ વિશે વિગતવાર વાત કરી હતી. સ્વામી જિતાત્માનંદજીએ સૌનું અભિવાદન કર્યું હતું અને ઓધવજીભાઈની દાનશીલતાને પ્રશંસી હતી.

સુનામી પીડિતોની વહારે શ્રીરામકૃષ્ણ મઠ-મિશન

૨૬મી ડિસેમ્બરે સુનામી મોજાંએ વેરેલા મહાવિનાશથી તામીલનાડુ, આંદામાન નીકોબાર, શ્રીલંકા અને દક્ષિણનાં અન્ય રાજ્યોના પીડિતોની સહાયે શ્રીરામકૃષ્ણ મઠ-મિશને પહેલા જ દિવસે પહોંચીને એમનાં આંસું લૂછવાનું કાર્ય શરૂ કરી દીધું છે. 

પાંચમી જાન્યુઆરી સુધીમાં પોર્ટબ્લેયર વિસ્તારમાં ૪૬૫૦ કુટુંબોને અનાજ, ૩૭૦૦ કુટુંબીજનોને રાંધેલું અનાજ, ૩૦૦ બાળકો માટે બાલઆહાર, તેમજ ૧૦૦ દૂધની બોટલ, ૯૦૦ કુટુંબીજનોને કપડાં, તેમજ મીણબત્તી, ચાના અને પાણીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રીલંકાના કોલંબો-બાટીકોલોઓમાં દરરોજ સવાર, સાંજ ૫૩૦૦ લોકોને રાંધેલું અનાજ, ૫૨૦ કુટુંબીજનોને અનાજ અને કપડાં, બે ટ્રક ભરીને સાધન-સામગ્રી પહોંચાડવામાં આવી છે. 

ત્રિંકોમાલી જિલ્લામાં ઇચ્છાલમપટુ ગામમાં ૨૭૧૫ કિ.ગ્રા. ચોખા, ૧૬૯૨ કિ. દાળ, ૧૦૦ કિ. ખાંડ, ૨૬૦ કિ. ચા, ૨૦૮ કિ. દૂધપાવડર, ૩૧૨ કિ. સામપોસા, ૯૮૨૦ મીણબત્તી, ૯૮૨ બાકસ બોકસ, ૫૪૦ શેતરંજી, ૧૦૨૮ ચાદર, ૫૦૦ પેકેટ બિસ્કિટ, ૬૦૦ સાડી, ટીનનો ટોપ અને સાંભારનું ટોપ ઢાંકણા સાથે ૫૫૦ નંગ.

મુલ્લઈતીવુ કેમ્પ દ્વારા પીડિત લોકોમાં ૩૨૦૦ કિ. ચોખા, ૫૩૪ કિ. ખાંડ, ૬૭૦ કિ. દાળ, ૨૧૮ કિ. દૂધપાવડર, ૧૫ કિલો બાળકો માટે દૂધપાવડર, બિસ્કિટ, ૪૪ ઓશિકા, બાળકોને માટેની બોટલ ૨૦ નંગ, એલ્યુમિનિયમના પોટ ૩૫, પ્લાસ્ટિક ડોલ ૩૦, પ્લા. મગ ૪૮, કડછી ૩૦, સાબુ ૮૭૦ નંગ, મચ્છર અગરબત્તી ૨૬૮, પ્લા. પ્લેટ ૮૩૦, પ્લા. પ્યાલા ૬૨૪, શેતરંજી ૨૫૦, સાડી ૩૩૦, ગાઉન ૧૫૦, સ્કર્ટ બ્લાઉઝ ૬૮૫, લુંગી ૬૫૦, ખમીસ અને લેંઘા ૨૩૦, ૫૦૦ બાળકો માટે વસ્ત્રો,પેટીકોટ ૬૫૦, ટુવાલ ૨૧૧, ચાદર ૮૦ ઉપરાંત દવા, શિરપ, બેન્ડેજ, કોટનવુડ, ડેટોલ વગેરે સામગ્રી પૂરી પાડવામાં આવી છે.

ચેન્નઈ કેન્દ્ર દ્વારા ચેન્નઈમાં તા. ૨૬મી ડિસેમ્બરથી પટીનપક્કમના ૨૦૦ લોકોને આશ્રયસ્થાન આપ્યું છે. તા. ૨૬મી ડિસેમ્બર થી ૩૦ સુધીમાં ૭૬૦૦ લોકોને ખોરાક, દવા, પાણી વગેરેની પાછળ ૨.૫ લાખની સામગ્રીનું વિતરણ થયું છે. કલ્પકમ્મ, કોકિલમેદુ, કુપ્પમ, મહાબલિપુરમ્‌, ઓયાલિકુપ્પમ ગામનાં ૨૫૦ કુટુંબીજનોને શેતરંજી અને ચાદર વગેરેનું વિતરણ થયું હતું. ચેંગલપટ્ટુમાં ૨૬મી રાતના આવેલા પીડિતોને આ સંસ્થાના શાળાના મકાનમાં આશરો આપવા આવ્યો હતો. તીરૂક્કઝુકુદરામાં ગામના ૩૦૦ આશ્રિતોને ભોજન આપવામાં આવ્યું હતું. ૨૯ ડિસે. થી ૩ જાન્યુ. સુધી સવારમાં ૬૩૦૦ લોકોને સવાર-બપોરનું ભોજન, ૧૫૦૦ લોકોને નાસ્તો અને ૭૮૦૦ લોકોને રાતનું ભોજન તેમજ, ૧૦૦ શેતરંજી, ૨૦ ચાદર, ૫૦ ને દૂધ ૫૦૦ ને ચા, ૧૯૦૦ ને મીઠાઈ, ૭૨૦ બાળકોને બિસ્કિટ અને ફળ અપાયા હતાં. આ રાહતકાર્યમાં કોકિલમેદુકુપ્પમ, ઓયાલિકુપ્પમ, થાઝુથાલીકુપ્પમ, આલિકુપ્પમ ગામનાં પીડિતોને લાભ મળ્યો છે. ૨૯ અને ૩૦ ડિસેમ્બરના આરોગ્ય ચિકિત્સા કેમ્પમાં ૨૦૦ લોકોને આરોગ્ય સેવા આપવામાં આવી છે.

કોકિલમેદુ કુપ્પમમાં ૧૦૦ કુટુંબો રહી શકે તેવું ૨૦ હ ૫૦ ફૂટનું એક કામચલાઉ આશ્રયસ્થાન બાંધવામાં આવ્યું છે. આ આશ્રયસ્થાન હેઠળ રૂ. ૪૦,૦૦૦નો ખર્ચ થયો છે.

થાઝુથાલીકુપ્પમના ૧૦૦ પીડિત કુટુંબોને વાસણ, સૂકું અનાજ, રાય, તેલ તેમજ બીજી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ય પાછળ રૂા. ૮૫,૦૦૦નો ખર્ચ થયો છે.

નાગપટ્ટીનમ્‌માં ૩૧મી ડિસેમ્બરે નાગુર ગામના ૫૦૦૦ કુટુંબોમાં ધોતી, સાડી, ટુવાલ, શેતરંજી, ચાદર ધાબળો, વાસણો વગેરેની સાથેની રૂા.૬૦૦/- ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

કન્યાકુમારીમાં ૨૦૦૦ લોકોને અનાજ, ધાબળા, વાસણો, બાળકોના કપડાં, ચડ્‌ડી, ચણીયા વગેરેનું એક-એક બોકસ આપવામાં આવ્યું હતું.

કુદલોરમાં ૩૧મી ડિસેમ્બરે થાઝાનગુડા અને દેવનામપટ્ટીનમ્‌ નામના ૭૦૦૦ લોકામાં કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મદુરાઈમાં રામેશ્વરમ્‌ના માછીમારોને ૧૫૦૦ કિલો ચોખા, ૧૦૦ કિલો દાળ, ૧૫૦ કિલો શાકભાજી આપવામાં આવ્યા હતા.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.