यज जाग्रतो दूरम् उदैती दैवं तद् उ सुप्तस्य तथैवैति।
दूरंगं ज्योतिषां ज्योतिर् एकं तन् मे मनः शिवसंकल्पम् अस्तु ॥
यत् प्रज्ञानम् उत चेतो धृतिश्च यज् ज्योतिर् अन्तर् अमृतं प्रजासु।
यस्मान्न ऋते किंचन कर्म क्रियते तन् मे मनः शिवसंकल्पम् अस्तु ॥

જાગૃત અવસ્થામાં જે રીતે મન દૂર – દૂર સુધી ગમન કરે છે – ઊંઘમાં પણ (સૂતેલી સ્થિતિમાં) એ જ રીતે (દૂર દૂર) જાય છે, એ ચોક્કસ રૂપે તેજસ્વી ઇન્દ્રિયોનું જ્યોતિ રૂપ (પ્રવર્તક) છે. જીવાત્માનું એકમાત્ર દિવ્ય માધ્યમ એ જ (મન) છે. આ પ્રકારનું, અમારું એ મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાઓ.

પ્રખર જ્ઞાનથી સંપન્ન, ચેતનશીલ તથા ધૈર્યસંપન્ન જે મન છે, સંપૂર્ણ પ્રાણીઓના અંત:કરણમાં, અમર પ્રકાશ-જ્યોતિ સ્વરૂપ છે, જેના વગર કોઈપણ કાર્ય સંપાદન સંભવ નથી, એવું અમારું મન, શ્રેષ્ઠ-કલ્યાણકારી શુભ સંકલ્પોથી યુક્ત થાઓ.

(યજુર્વેદ, ૩૪ : ૧-૩)

Total Views: 46
By Published On: January 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.