गम्भीरां उदधीरिव क्रतं पुष्यति गा इव।
प्र सुगोपा यवसं धेनवो यथा हृदंकुल्या इवाशत॥ (ऋग्वेद-३.४५.३)

સુખ તેમને મળે છે જેઓ સમુદ્ર સમાન અચળ ગંભીર બુદ્ધિવાળા હોય છે, એમનામાં પૃથ્વી સમાન ક્ષમા અને પાલનનું સામર્થ્ય હોય છે. જેઓ ગાય સમાન દાની અને નદીના જેવા નિરંતર ક્રિયાશીલ હોય છે.

श्रद्धयाग्निः समिध्यते श्रद्धया हूयते हविः।
श्रद्धां भगस्य मूर्धानि वचसा वेदयामसि॥ (ऋग्वेद-१०.१५१.१)

શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલાં પરોપકારી કર્મો જ ધ્યેયની સિદ્ધિઓનું સામર્થ્ય ધરાવે છે. તેથી મનુષ્યે શ્રદ્ધાથી ભરપૂર રહેવું જોઈએ.

यथा देव असुरेषु श्रद्धामुग्रेषु चक्रिरे।
एवं भोजेषु यज्वस्यस्माकमेदितं कृधि॥ (ऋग्वेद-१०.१५१.३)

દેશ, જાતિ અને સંસ્કૃતિની પ્રત્યે ત્યાગ અને સમર્પણની ભાવના ત્યારે પેદા થાય છે જ્યારે હૃદયમાં તેમના પ્રતિ શ્રદ્ધા હોય. શ્રદ્ધામાં જ તે બળ છે જે કોઈ પણ કર્તવ્ય પ્રત્યે ગાઢ નિષ્ઠા ઉત્પન્ન કરે છે.

Total Views: 70
By Published On: May 1, 2006Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.