कृपापारावारः सजलजलदश्रेणिरुचिरो रमावाणीरामः स्फुरदमलपङ्केरुहमुखः ।
सुरेन्द्रैराराध्यः श्रुतिगणशिखागीतचरितो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥४॥

કૃપાસાગર, જળથી ભરેલાં વાદળાંના સમૂહ જેવી કાંતિવાળા શ્યામ, રમાની વાણીથી રમનાર, નિર્મળ પ્રફુલ્લ કમળ જેવા મુખમંડળવાળા, શ્રેષ્ઠ દેવોના આરાધ્ય, વેદસમૂહના શ્રેષ્ઠ ભાગોમાં જેમનું ચરિત્ર-ગાન થયું છે તેવા હે જગન્નાથ પરમેશ્વર, તમે મારા નયનના પથગામી બનો.

रथारूढो गच्छन् पथि मिलितभूदेवपटलैः स्तुतिप्रादुर्भावं प्रतिपदमुपाकर्ण्य सदयः ।
दयासिन्धुर्बन्धुः सकलजगतां सिन्धुसुतया जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥५॥

રથમાં આરૂઢ થઈને જનારા, રસ્તામાં મળેલા બ્રાહ્મણવૃંદે પગલે પગલે કરેલી સ્તુતિ સાંભળીને કરુણાથી દ્રવી ઊઠનાર, કરુણાસાગર, સર્વજગતના બંધુ, સમુદ્ર કન્યા લક્ષ્મી સાથે રહેલા એવા હે જગન્નાથ પરમેશ્વર, તમે મારા નયનના પથગામી બનો.

हर त्वं संसारं द्रुततरमसारं सुरपते हर त्वं पापानां विततिमपरां यादवपते ।
अहो दीनानाथं निहितमचलं निश्चितपदं जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥८॥

હે સુરપતે, અસાર એવા આ સંસારને તું ઝડપથી હરી લે, હે યાદવ શ્રેષ્ઠ, અન્ય પાપમાલિકાને પણ તું હરી લે, જેનું સ્થાન દીનના આશ્રય સમું સ્થિર ને નિશ્ચિત છે તેવા હે જગન્નાથ પરમેશ્વર, તમે મારા નયનના પથગામી બનો.

(‘श्रीजगन्नाथष्टकम्’)

Total Views: 42
By Published On: July 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.