किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् ।
त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जडः कदाचित् ॥

‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં જ બધી શક્તિ છે. ઓ શક્તિશાળી (આત્મા)! તારા સર્વશક્તિમાન સ્વભાવને આહ્‌વાન આપ એટલે આખું જગત તારાં ચરણોમાં આવશે. આ આત્મા જ પ્રબળ છે, નહિ કે જડ વસ્તુ.’

क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना
नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः ।
प्राप्ताः स्म वीरा गतभया अभयं प्रतिष्ठां यदा
अस्तिक्यन्त्विदन्तु चिनुमः रामकृष्णदासा वयम् ॥

‘જેઓ પોતાને શરીર માને છે તેવા મૂર્ખ લોકો જ આર્ત રુદન કરે છે કે, ‘અમે દુર્બળ છીએ, અમે દીન છીએ.’ આ બધી નાસ્તિકતા છે. હવે અમે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે; હવે અમે ડરશું નહિ અને વીર બનશું. આ જ ખરી આસ્તિકતા છે અને શ્રીરામકૃષ્ણદેવના દાસ એવા અમે તેને જ પસંદ કરીશું.

(‘સ્વા.વિ.ગ્રં.મા.’ ૧૦.૫૮-૬૧)

Total Views: 28
By Published On: January 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.