नरातङ्कोट्टङ्कोः शरणशरणो भ्रान्तिहरणो घनश्यामो वामो व्रजशिशुवयस्योऽर्जुनसखः ।
स्वयंभूर्भतानां जनक उचिताचारसुखदः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः ॥

જે પ્રભુ મનુષ્યોના ભયનો ઉચ્છેદ કરે છે, જે શરણનું પણ અંતિમ શરણ છે – અથવા શરણે આવેલાને આશ્રય આપે છે, જે મનુષ્યના ભ્રમ-મોહ-ખોટાં જ્ઞાનને હરે છે, તે ઘનશ્યામ, નિરતિશય સુંદર પ્રભુ અને વળી વ્રજશિશુઓના મિત્ર તથા અર્જુન-સખા છે, જે પોતે તો સ્વયંભૂ-સ્વયં પ્રગટ્યા છે, પણ પ્રાણીમાત્રના જનક છે, અને (સંસારમાં) જે સદાચારપૂર્વક જીવે છે તેને (પરમ) સુખ આપે છે તેવા, શરણે જવા યોગ્ય એવા, સર્વલોકના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ મારાં નેત્રનો વિષય બની રહો!

यदा धर्मग्लानिर्भवति जगतां क्षोभकरणी तदा लोकस्वामी प्रकटितवपुः सेतुधृदजः ।
सतां धाता स्वच्छो निगमगणगीतो व्रजपतिः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः

જ્યારે જગતમાં ક્ષોભ-ઉત્પાત મચાવી દે તેવી ધર્મહાનિ થાય છે, ત્યારે એ સકલ લોકોના સ્વામી પરમાત્મા પોતે અજન્મા હોવા છતાં પણ ધર્મસેતુને ટકાવી રાખવા માટે શરીર ધારણ કરે છે, (દેહધારી બની અવતરે છે.) આ પ્રભુ સજ્જનોના પાલક છે, નિર્મળ છે, વેદસમૂહ તેમનાં સ્તુતિગીતો ગાય છે. વ્રજાધીશ અને તે શરણે જવા યોગ્ય એવા, સર્વ લોકના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ મારાં નેત્રનો વિષય બની રહો!

(આદિ શંકરાચાર્ય, કૃષ્ણાષ્ટકમ્‌, ભાગ-૧ માંથી સાભાર)

Total Views: 37
By Published On: August 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.