योगानंदकरी रिपुक्षयकरी धर्मार्थनिष्ठाकरी
चंद्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी ।
सर्वैश्वर्य समस्तवांछितकरी काशीपुराधीश्वरी,
भिक्षां देहि कृपावलंबनकरी मातान्नपूर्णेश्वरी ॥

યોગનો આનંદ ઉપજાવનારાં, શત્રુઓનો નાશ કરનારાં, ધર્મ તથા અર્થ પ્રત્યે નિષ્ઠા પ્રેરનારાં; ચંદ્ર, સૂર્ય તથા અગ્નિ જેવી તેજસ્વી લહરીઓવાળાં, ત્રણે લોકનું રક્ષણ કરનારાં, સમસ્ત ઐશ્વર્યની સંપૂર્ણ ઇચ્છાઓ પરિપૂર્ણ કરનારાં, કાશી નગરીનાં અધીશ્વરી અને કૃપાને ધારણ કરનારાં માતા અન્નપૂર્ણા ઈશ્વરી ભિક્ષા આપો.

अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे
ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥

હે અન્નપૂર્ણા! હે સદાપૂર્ણ! હે શંકરનાં પ્રાણપ્રિય; હે પાર્વતી! જ્ઞાન તથા વૈરાગ્યની સિદ્ધિ માટે ભિક્ષા આપો.

माता मे पार्वती देवी पिता देवो महेश्वरः ।
बांधवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥

પાર્વતી દેવી મારી માતા છે, મહેશ્વર દેવ પિતા છે, શિવભક્તો બાંધવો છે અને ત્રણે ભુવન મારો દેશ છે.

(અન્નપૂર્ણા સ્તોત્રમ્‌ – ૩,૧૧,૧૨)

Total Views: 35
By Published On: September 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.