સ્વામી ભૂતેશાનંદજી મહારાજ કાને ઓછું સાંભળતા એ માટે અમેરિકામાં એક મોટી સમસ્યા ઊભી થઈ. સ્વામી ચેતનાનંદજી આ ઘટનાના સાક્ષી હતા. એમણે એક વર્ણનમાં આ ઘટના વિશે લખ્યું છે :

૨૨-૮-૧૯૮૮માં મહારાજ ડિઝનીલેન્ડ જોવા ગયા હતા. ત્યાંથી સાંજે તેઓ ટ્રોબ્યુકો પાછા ફર્યા. ડિઝનીલેન્ડના પાર્કિંગમાં ઘણી મુશ્કેલી પડી. સ્વામી કૃષ્ણાનંદજી મહારાજે ગાડી ક્યાં પાર્ક કરી એ ભૂલી ગયા. એટલે કેટલાયે કલાક ગાડી શોધવામાં વીતી ગયા. મેં ચાર વાગે ટ્રોબ્યુકોમાં પહોંચીને જોયું તો મહારાજને એ સમયે પણ ખાવાનું મળ્યું ન હતું. ગમે તેમ કરીને મોઢામાં કંઈક નાખીને તેઓ પુસ્તકાલયના હોલમાં વ્યાખ્યાન આપવા ગયા. સ્વામી સ્વાહાનંદજી માંદા હતા અને હોસ્પિટલમાં હતા. એટલે મેં સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો પરિચય શ્રોતાઓને કરાવ્યો. મેં શ્રીશ્રીમાની વિખ્યાત ઉક્તિ (હાથીનો દાંત સોનાથી મઢ્યો છે) ટાંકીને કહ્યું: ‘આઈવરી (હાથીદાંત) ઘણો અમૂલ્ય અને એ ‘આઈવરી’ને જો ‘ગોલ્ડ’થી મઢવામાં આવે તો તે વધુ મૂલ્યવાન બની જાય છે.’ ઉપરાંત મેં કહ્યું કે આ મહારાજ એક મહાન ઉચ્ચસ્તરના સાધુ તો જ છે સાથે ને સાથે મહાન પંડિત પુરુષ પણ છે, વગેરે. પરંતુ મેં કહેલી વાત મહારાજ બરાબર સાંભળી ન શક્યા. એમણે ‘ગોલ્ડ’ને બદલે ‘કોલ’ (કોલસો) સાંભળ્યું. એટલે એમણે વક્તવ્યના પ્રારંભમાં કહ્યું: ‘ભાઈઓ, મારા શરીરનો રંગ બહુ કાળો છે એટલા માટે ચેતનાનંદજી મહારાજે કહ્યું કે આઈવરી ઈઝ કર્વર્ડ વીથ કોલ્સ, હાથી દાંતને કોલસાથી મઢ્યા છે.’ હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. પછી મેં કહ્યું: ‘મેં તો ગોલ્ડ કહ્યું હતું, પણ આપે સાંભળ્યું ‘કોલ’. તમે તો આ બધાની વચ્ચે હેરાન કરી મૂક્યો. અરે એમ હતું! એમ કહીને તેઓ ખડખડાટ હસવા લાગ્યા. એ ખડખડાટ અને મુક્ત હાસ્ય મારી જિંદગીમાં ક્યારેય ન ભૂલી શકું. આને લીધે મારો ખેદ પણ દૂર થઈ ગયો.

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.