प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेप्यसुकरम् ।
असन्तो नाभ्यर्च्याः सुहृदपि न याच्यः कृशधनः ॥

विपद्युचै: स्थेयं पदमनुविधेयं च महतां ।
सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥

આજીવિકાનો માર્ગ ન્યાયયુક્ત અને તેથી પ્રિય, પ્રાણ જાય તો પણ પાપકર્મમાં પ્રવૃત્ત ન થવું, દુર્જનો પાસે કંઈ માગવું નહિ, અલ્પ ધનવાળા મિત્ર પાસે કોઈ પણ વસ્તુની માગણી ન કરવી, વિપત્તિમાં પણ ઉચ્ચ રીતે રહેવું અને મહાન પુરુષોના પગલે ચાલવું – તલવારની ધાર પર ચાલવા જેવું આવું કઠિન વ્રત સજ્જનોને કોણે શિખવાડ્યું હશે?

प्रदानं प्रच्छन्नं गृहमुपगते संभ्रमविधिः ।
प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः॥

अनुत्सेको लक्ष्म्यां निरभिमवसारा: परकथा: ।
सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥

ગુપ્તદાન, ઘરે આવેલા અતિથિનું સન્માન, (કોઈકનું) ભલું કરીને મૌન રાખવું, (સ્વયં કરેલા) ઉપકારને સભામાં જાહેર ન કરવો, લક્ષ્મી મળે ત્યારે અભિમાન ન કરવું અને વાતચીતમાં અન્યનું અપમાન ન કરવું-આવું તલવારની ધાર પર ચાલવા જેવું કઠિન વ્રત સજ્જનોને કોણે શિખવાડ્યું હશે?

(‘સદ્બોધશતક’ – શ્લોક ૩૭-૩૮)

Total Views: 13
By Published On: January 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.