दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः।
कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः॥१॥

દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત ફરી ફરી આવ્યા કરે છે; એમ કાળ ખેલે છે અને આયુષ (નકામું) વીતી જાય છે, છતાં આશારૂપ પવન (મને) છોડતો નથી!!

यावद्वित्तोपार्जनसक्तस्तावन्निजपरिवारो रक्तः।
पश्चाद्धावति जर्जरदेहे वार्ता पृच्छति कोऽपि न गेहे॥॥३॥

જ્યાં સુધી તું ધન કમાવા સશક્ત છે, ત્યાં સુધી તારો (સ્ત્રી-પુત્રાદિ) પરિવાર તારા પર પ્રેમવાળો છે; પણ (યાદ રાખ કે) ઘડપણનું શરીર તારી પાછળ દોડી રહ્યું હોય છે (અને એ આવી પહોચશે) ત્યારે ઘરમાં તારી કોઈ ખબરેય નહિ પૂછે.

 यावज्जीवो निवसति देहे कुशलं तावत्पृच्छति गेहे।
गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन्काये॥१४॥

શરીરમાં જ્યાં સુધી જીવ હોય, ત્યાં સુધી ઘરમાં સૌ કુશળ સમાચાર પૂછે છે; પણ પ્રાણવાયુ જતો રહે છે અને શરીર નાશ પામે છે, ત્યારે એ જ શરીરથી પોતાની પત્ની ડરે છે!

कुरुते गंगासागरगमनं व्रतपरिपालनमथवा दानम् ।
ज्ञानविहीने सर्वमनेन मुक्तिर्न भवति जन्मशतेन॥१७॥

ગંગા અને સમુદ્રના કિનારે (પવિત્ર સ્નાનાદિ માટે) જાય છે, વ્રતો પાળે છે અથવા દાન દે છે; પણ જ્ઞાનરહિત દશામાં એ બધું વ્યર્થ છે (એનો ઉદ્દેશ સમજ્યા વિના એ બધું ફોકટ છે); એમ સેંકડો જન્મે મુક્તિ થતી નથી.

(ચર્પટપંજરિકા-સ્તોત્ર – શ્લોક – ૧,૩,૧૪,૧૭)

Total Views: 11
By Published On: May 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.