हे चन्द्रचूड मदनान्तक शूलपाणे स्थाणो गिरीश गिरिजेश महेश शंभो
भूतेश भीतभयसूदन मामनाथं संसारदुःखगहनाज्जगदीश रक्ष॥१॥

હે ચન્દ્રમૌલિ, કામદેવના નાશક, ત્રિશૂલધારી, સ્થિર, ગિરીશ, પાર્વતીપતિ, મહેશ્વર, કલ્યાણ કરનાર, પ્રાણીમાત્રના ઈશ્વર, ભયભીતોના ભયનો નાશ કરનાર, જગત્પતિ, અનાથ, એવા મારી, સંસારનાં ભયંકર દુ:ખથી રક્ષા કરો.

हे नीलकण्ठ वृषभध्वज पञ्चवक्त्र लोकेश शेषवलय प्रमथेश शर्व।
हे धूर्जटे पशुपते गिरिजापते मां संसारदुःखगहनाज्जगदीश रक्ष॥३॥

હે નીલકંઠ, વૃષભધ્વજ, પાંચ મુખવાળા, લોકોના ઈશ, શેષનાગના બાજુબંધવાળા, ગણોના પતિ, (અસુર) સંહારક, જટાધારી, પશુપતિ, પાર્વતીપતિ, જગત્પતિ, સંસારનાં ભયંકર દુ:ખથી રક્ષા કરો.

हे विश्वनाथ शिव शंकर देवदेव गङ्गाधर प्रमथनायक नन्दिकेश।
बाणेश्वरान्धकरिपो हर लोकनाथ संसारदुःखगहनाज्जगदीश रक्ष॥४॥

હે વિશ્વના નાથ, કલ્યાણસ્વરૂપ, કલ્યાણ કરનાર, દેવાધિદેવ, ગંગાધર, ગણોના નાયક, નંદીના સ્વામી, બાણાસુરના ઈશ્વર, અન્ધકાસુરના શત્રુ, પાપ હરવાવાળા, લોકોના નાથ, જગત્પતિ, સંસારનાં ભયંકર દુ:ખથી રક્ષા કરો.

(શિવનામાવલ્યષ્ટકમ્ – શ્લોક – ૧,૩,૪)

Total Views: 13
By Published On: June 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.