શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આરોગ્ય ચિકિત્સા સેવા

નિઃશુલ્ક ફિઝિયોથે૨પી અને સેરેબ્રલપાલ્સી કેમ્પ ૨ જુલાઈ, ૨૦૧૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના આરોગ્ય કેન્દ્રમાં ૬૯ સેરેબ્રલપાલ્સી અને ફિઝિયોથે૨પીના દર્દીઓની નિઃશુલ્ક ચિકિત્સા અને ૭ થી ૧૦ દિવસ સુધી વિના મૂલ્યે સારવાર અપાઈ હતી.

તે જ દિવસે સાંજે સેરેબ્રલપાલ્સી બાળકોનાં માતપિતા માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ૬૦ માતપિતાને આવા દર્દની જાણકારી તેમજ તે અંગેની જુદી જુદી સા૨વા૨નું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

૩ જુલાઈ, ૨૦૧૧ના રોજ શ્રી૨ામકૃષ્ણ સેવાસમિતિ, ઉપલેટામાં ૫૪ દર્દીઓની નિઃશુલ્ક દ ચિકિત્સા થઈ હતી અને ૩૬ દર્દીઓને ૭ થી ૧૦ દિવસ િ સુધી વિના મૂલ્યે આ કેન્દ્ર દ્વારા સારવાર અપાઈ હતી.

૨૨ જુલાઈ, ૨૦૧૧ના રોજ પેડિયાટ્રિક ઓર્થોપેડિક સેરેબ્રલપાલ્સીનાં ૬૪ બાળકો માટે એક વિશેષ કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં મુંબઈના ૯ સુખ્યાત ડૉ. તરલ નાગડાએ સર્વલક્ષી માહિતી અને માર્ગદર્શન આપ્યાં હતાં. ૬૪ દર્દીઓ પૈકી ૭ દર્દીઓને વિશેષ શલ્યચિકિત્સા અત્યંત સસ્તાદરે અપાઈ હતી.

૨૪ જુલાઈ, ૨૦૧૧ના રોજ ગંજીવાડા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ બાલમંદિરમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં ૩૨૫ દર્દીઓની ચકાસણી થઈ હતી અને ૪૪ દર્દીઓનાં વિવેકાનંદ આઈ-સેન્ટરમાં ઓપરેશન થયાં હતાં.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તેજસ્વી તારલાઓનું સન્માન 

૨૧ જુલાઈ, ૨૦૧૧ના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડીના પ્રાંગણમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં શાળા દીઠ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન થયું હતું. ૧૭ તેજસ્વી તારલાઓના આ સન્માન સમારંભના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા અને અતિથિ વિશેષ સ્થાને પાણશિણા હાઈસ્કૂલના આચાર્ય શ્રીહઠીસિંહ ગોહેલ ઉપસ્થિત હતા. ઉચ્ચશિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સ્ટાફ એકેડેમી કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયામક ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને પ્રેરતું વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપરાંત મુખ્ય મહેમાનોએ અને સ્વામી આદિભવાનંદજીએ પણ પ્રવચન આપ્યાં હતાં. આ સમારંભમાં ૧૭૦૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતાં.

વિવેકાનંદ વિધાલય, ધાણેટી માટે સ્કૂલબસ અર્પણ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને જિનેન્દ્ર ફાઉન્ડેશન, લંડન દ્વારા ભૂજ-કચ્છની નજીક આવેલ ધાણેટી ગામમાં શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ સંચાલિત વિવેકાનંદ વિદ્યાલયને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને માધ્યમિક અને ઉચ્ચતર – માધ્યમિક શિક્ષણ માટે લાવવા લઈ જવા એક સ્કૂલબસની અર્પણવિધિ સ્વામી ઈષ્ટમયાનંદ અને સ્વામી વેદનિષ્ઠાનંદના વરદ હસ્તે થઈ હતી. આ યોજનામાં શ્રી અને શ્રીમતી જશવંતીબહેન કાંતિભાઈ કડીવા૨, – સ્વર્ગસ્થ શ્રી વનેચંદ પોપટલાલ મહેતા અને સ્વ. શ્રીમતી કંચનબહેન વનેચંદ મહેતાના સ્મરણાર્થે જામજોધપુરના (હાલ લંડન) શ્રી નીતિનભાઈ અને શ્રીમતી જ્યોત્સનાબહેન તેમજ સપના તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો.

આ પ્રસંગે આવાં શુભ કાર્યોમાં હંમેશાં સહાય કરનાર અને સંપર્કસેતુ બનનાર લંડનના શ્રી અને શ્રીમતી મૃદુલાબહેન છોટુભાઈ ચાંગેલા તથા શ્રી કિશોરભાઈ શાહ ઉપસ્થિત હતા. ધાણેટીના અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. અર્પણવિધિ પ્રસંગે વિદ્યાર્થીઓના જીવનમાં સ્વામી વિવેકાનંદના ‘જીવન અને સંદેશ’નું મહત્ત્વ એ વિશે પ્રવચન યોજાયું હતું.

ભૂજ-માંડવી અને ધાણેટીમાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનાં પ્રવચનો

રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી; રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીનાં પ્રવચનો ભૂજની લેઉઆ પટેલ કન્યા સંસ્કારધામમાં ૭૫૦ વિદ્યાર્થિનીઓ માટે યોજાયાં હતાં.

એવી જ રીતે માંડવીમાં ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં ૭૫૦ વિદ્યાર્થી બહેનો માટે અને ધાણેટીના વિવેકાનંદ વિદ્યાલયમાં ૪૫૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે પ્રવચનો યોજાયાં હતાં. આ પ્રવચનોના આયોજનમાં ભૂતપૂર્વ સાંસદ શ્રી અનંતભાઈ દવે, અગ્રણીશ્રી ભરતભાઈ વેદ અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના મેનેજર શ્રી ગો૨ધનભાઈ પટેલનો સહયોગ સાંપડ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી સ્વામી ઈષ્ટમયાનંદ અને સ્વામી મંત્રેશાનંદના ધાણેટી વિવેકાનંદ વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદના જીવન- સંદેશ પર પ્રવચનો યોજાયાં હતાં.

ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ પ્રચાર પરિષદ આ પરિષદનું અર્ધવાર્ષિક મિલન ભૂજના

શ્રીરામકૃષ્ણ યુવકમંડળના યજમાન પદે ગત માસે બે દિવસ માટે યોજાયું હતું. રામકૃષ્ણ મિશન, બેલૂર તરફથી નિમાયેલ પ્રતિનિધિ અને રામકૃષ્ણ મિશન, નરોત્તમનગરના સચિવ શ્રીમદ્ સ્વામી ઈશાત્માનંદજી મહારાજ સંમેલનના અધ્યક્ષ સ્થાને હતા. સૌને ‘માનવ બનો અને માનવ બનાવો’ના સિદ્ધાંત પર ચાલવાનો તેમણે અનુરોધ કર્યો હતો. ગુજરાતની પરિષદના અધ્યક્ષ, રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીને આધ્યાત્મિક ચેતના જગાડવા તેમજ સર્વત્ર શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રસરાવવા માટે બધાં કેન્દ્રોને આગળ આવવા હાકલ કરી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ વિવેકાનંદ સાહિત્યનાં પ્રકાશનોના વિતરણનું કાર્ય હાથ ધ૨વા વિનંતી કરી હતી. રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મિશનના દસ સૂત્રીય સિદ્ધાંતોના અમલ વિશે અને રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીએ સંઘભાવનાને દઢ કરવા અને ભાવપ્રચાર માટે કાર્ય કરવા પર ભાર દીધો હતો. આ સભામાં ભૂજ, જામનગર, જૂનાગઢ, ઉપલેટા, સુરત, ધરમપુર, ધાણેટી, કીમ, અમદાવાદ અને આદિપુરના તેમજ આમંત્રિત કેન્દ્રો ઝઘડિયા, ગાંધીનગર, અંજાર, ભાવનગર અને વિદ્યાનગરે કરેલ કાર્યનો અહેવાલ રજૂ થયો હતો. આ પ્રસંગે શોભાયાત્રાનું પણ આયોજન થયું હતું. વિવેકાનંદ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, માંડવી તરફથી સૌને કચ્છી થેલા અપાયા હતા. ભૂતપૂર્વ સાંસદ શ્રી અનંતભાઈ દવે, ભૂજના નગરપતિ શ્રી નરેન્દ્રભાઈ ઠક્કર અને સૃજનના નિયામક શ્રી કાંતિસેન શ્રોફે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં શ્રી તારાચંદભાઈ છેડા, શ્રી રામજીભાઈ ઘેડા, પા૨-લેના વિરેનભાઈ ગોર અને વિપુલભાઈ ભટ્ટ સહયોગી રહ્યા હતા.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.