શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૨૧મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રીમંદિરમાં ભગવદ્ ગીતાના પાઠ, શ્યામનામ સંકીર્તન અને પ્રવચનોનો કાર્યક્રમ યોજાયો હતો. 

૧ થી ૪ સપ્ટેમ્બરના રોજ ચંડીગઢ આશ્રમના અધ્યક્ષ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજનાં કઠોપનિષદ વિશેનાં વ્યાખ્યાનો મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી યોજાયાં હતાં.

૪ સપ્ટેમ્બરના રોજ સવારના ૮ થી ૧૨.૩૦ સુધી અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં સ્વામી બ્રહ્મેશાનંદજી, વડોદરાના સ્વામી નિખિલેશ્વરાનંદજી અને શ્યામલાતલના સ્વામી રામતત્ત્વાનંદજીએ ભાવિકજનોને સંબોધ્યા હતા. રામચરિત માનસની જેમ ઠાકુરનાં જીવન-સંદેશ પર સ્વામી રામતત્ત્વાનંદજી દ્વારા લિખિત અને તાજેતરમાં જ પ્રકાશિત પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ચરિત માનસ’ માંથી કેટલીક ચોપાઈઓનું નિરૂપણ કર્યું હતું. તેને સંગીત શ્રીજીતુભાઈ અંતાણીએ આપ્યું હતું.

Total Views: 29

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.