विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं।
विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः॥

विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता।
विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः॥२०॥

ખરેખર વિદ્યા જ માણસનું શ્રેષ્ઠ રૂપ છે, અતિગુપ્ત ધન છે, વિદ્યા ભોગ, યશ અને સુખ આપનારી છે; વિદ્યા ગુરુઓની પણ ગુરુ છે; પરદેશગમનમાં વિદ્યા જ સગુંવહાલું છે (સગાંવહાલાં પેઠે મદદ કરનારી નીવડે છે); વિદ્યા શ્રેષ્ઠ દેવતા છે; વિદ્યા રાજાઓમાં પૂજાય છે – નહિ કે ધન. (માટે) વિદ્યા વિનાનો માણસ પશુ છે.

दाक्षिण्यं स्वजने दया परिजने शाठ्यं सदा दुर्जने।
प्रीतिः साधुजने नयो नृपजने विद्वज्जने चार्जवम्॥

शौर्यं शत्रुजने क्षमा गुरुजने नारीजने धृष्टता।
ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थिति:॥२२॥

પોતાનાં કુટુંબીઓ તરફ વિવેકયુક્ત ઉદાર વર્તન, નોકર-ચાકર તરફ દયા, દુર્જનો તરફ શઠતા, સજ્જનો તરફ પ્રેમ, રાજાઓ સાથે નીતિ, વિદ્વાનો સાથે સરળતા, શત્રુઓ સાથે શૌર્ય, વડીલો સાથે ક્ષમાભાવ અને સ્ત્રીઓ સાથે ધૃષ્ટતા – જે પુરુષો ઉપર પ્રમાણે કળાઓમાં કુશળ હોય છે, તેઓ જ સંસાર વ્યવહાર સફળતાથી ચલાવી શકે છે.

(‘નીતિશતક’માંથી)

Total Views: 12
By Published On: December 1, 2011Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.