રામકૃષ્ણ મિશન, પોરબંદર

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલતી બાળ સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ તા.૩૧.૫.૧૪ને રવિવારના રોજ યોજાયેલ. આ કાર્યક્રમના અતિથિ ‘શોર્ય ચક્ર વિજેતા’ પોરબંદર શહેરના DYSP શ્રી આર. એચ. હડિયા સાહેબે પોતાના જીવનની ઘટના દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્ર્યાં હતાં. તેમણે જણાવેલ કે પોતાનામાં જે હીંમત છે તે તેમનાં માતાપિતા અને શિક્ષકને આભારી છે. આ ઉપરાંત ચીફ ઓફીસર શ્રીરુદ્રેશભાઈ હુદડે તથા શ્રીહર્ષિતભાઈ રૂઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં. પોરબંદર મિશનના સચિવ સ્વામી આત્મદિપાનંદજીએ બાળકોમાં મૂલ્યો તથા સંસ્કારની જરૂરિયાત પર ભાર દઈને પ્રવચન આપ્યંુ હતું તથા સહસચિવ હરિહર મહારાજે કાર્યક્રમમાં પધારેલ સર્વે મહાનુભાવો તથા બાળકોના વાલીઓનું અભારદર્શન કર્ર્યું હતું.

Total Views: 171
By Published On: July 1, 2014Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram