શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

રાજકોટના હેમુ ગઢવી હોલમાં ૩ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, તે કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મા શારદા સેરેબ્રલી પાલ્સી રીહેબીલીટેશન સેન્ટરનાં બાળકોએ ભાગ લઈને પોતાની આંતરિક ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે બાળકોના વાલીઓએ આત્મવિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું કે આ સેન્ટરમાં આપવામાં આવતી થેરાપી પછી તેમનાં બાળકોના આત્મવિશ્વાસ તેમજ માનસિક તથા શારીરિક વિકાસમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ સેન્ટરનાં બાળકોએ પોતાની શક્તિનું પ્રદર્શન કરીને રાજ્યકક્ષાની હરિફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવીને આશ્રમનું નામ રોશન કરેલ છે. વિજેતા બાળકોનો ઉત્સાહ વધારવા આશ્રમ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઈનામો પણ આપવામાં આવ્યાં હતાં. બાળકોની આ સિદ્ધિ માટે તેઓના વાલીઓએ થેરાપીસ્ટ શિક્ષકોનો આભાર માન્યો હતો.

૧૨ જુલાઈ, ૨૦૧૪ શનિવારે રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં ‘ગુરુપૂર્ણિમા’નો મહોત્સવ ઊજવાયો હતો. સવારે ૫ વાગ્યે મંગળઆરતી પછી શ્રીમંદિરમાં વિશેષ પૂજા, ધ્યાન, ભજનકીર્તન અને હવનનું આયોજન થયું હતું. ભોગઆરતી પછી ૨૩૦૦ જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. તે જ દિવસે સાંજે ‘ગુરુમહિમા’ વિશે સંન્યાસીઓનાં પ્રવચનોનો લાભ ભક્તોએ લીધો હતોે.

Total Views: 240

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.