આજના યુગમાં જેને આપણે ૨૧મી સદી કહીએ, આધુનિક યુગ, ઈન્ટરનેટ-મોબાઈલનો યુગ, દરેક સ્તરની વ્યક્તિ જેમાં અટવાઈ ગઈ છે, તો શું બાળકો પણ તેમાં અટવાયા છે ? ઉત્તર હા માં છે. આજનું બાળક એટલું બધું રજ્ઞૂિફમિ થઈ ગયું છે કે નાનપણથી જ તેની બુદ્ધિશક્તિ તેજ છે. છેલ્લાં લગભગ ચાર ચાર વર્ષથી આશ્રમમાં ‘ગદાધર અભ્યુદય પ્રકલ્પ’ ચાલે છે. રામકૃષ્ણ મિશનનાં લગભગ બધાં જ કેન્દ્રોમાં બાળમાનસનો પૂર્ણ વિકાસ થાય તે માટે મૂલ્યનિષ્ઠ વર્ગાે યોજાય છે જેથી કરીને બાળપણથી જ બાળકો મૂલ્યોને સમજી શકે, જીવનમાં ઉતારી શકે.

સ્વામી વિવેકાનંદનાં ૧૫૦ વર્ષની ઉજવણીરૂપે ઉપર્યુક્ત પ્રકલ્પો લેવાયા છે. તેથી આશ્રમમાં આવતાં બાળકોને સાથે દરરોજ મળવાનું, ચર્ચા થાય, તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળે. છેલ્લાં ચાર વર્ષમાં અનુભવ્યું કે આ પ્રકલ્પો તો બહુ જ પહેલેથી જ લેવા જરૂરી હતા. બાળકો આશ્રમની પ્રવૃત્તિઓ સાથે એટલાં વણાઈ જાય છે કે તેમને ઘર પણ યાદ નથી આવતું. સાંજ પડે એટલે નાસ્તા પછી બધાં જ્યારે આશ્રમનાં પ્રાંગણમાં રમે ત્યારે કહેવું પડે કે ઘરે જાઓ, મમ્મી પપ્પા વઢશે. તો બાળકો કહે, ‘અમને તો આશ્રમથી ઘરે જવાની ઇચ્છા જ થતી નથી.’ ખરેખર તો બાળક સ્નેહનું ભુખ્યું છે. શું તેને તેના ઘરમાં સ્નેહ નથી મળતો ? ચોક્કસ મળે છે, છતાં આજકાલ કેટલાંક ઘરોમાં માતા-પિતા બાળકો માટે સમય આપી શકતાં નથી. બાળકો સરળ હૃદયનાં હોય છે. તેઓ એટલું સમજી શકે છે કે આશ્રમમાં તેમની દેખભાળ કરનારા સ્વામીજીઓ કે આશ્રમના કાર્યકરોને કંઈ સ્વાર્થ નથી ! કદાચ આજનો સાધારણ માનવ આ ભાવ નથી સમજી શકતો, પણ આ બાળકો જરૂર સમજે છે અને એટલે જ તેઓ એક આકર્ષણ અનુભવે છે. તેઓને તે જાણે નવું જીવન મળ્યું. આજકાલ નાના ઘરો – તેમાંય રાચરચિલું ટી.વી., ફ્રીઝ ઘરમાં તો મોકળાશ જ ક્યાં છે ? અને આશ્રમમાં તો કેટલી મોકળાશ ? ફર્યા કરે, વિશાળતા અનુભવે છે, લાગણી અનુભવે છે. એક નવો સ્પર્શ અનુવભે છે અને તે જ તેમને આશ્રમ તરફ ખેંચી રાખે છે. આજકાલ ઘરમાં કે શાળામાં ક્યાંય સંસ્કારોની વાતો થતી નથી, સંસ્કારોનું સિંચન થતું નથી. મા-બાપને પણ સમય નથી. ઘણાય મા-બાપ બન્ને સવારે નોકરીએ જાય અને સાંજે આવે. બાળક ઘરની કામવાળી પાસે જ મોટું થાય. તો પછી તે કામવાળીના જો સારા સંસ્કાર હોય તો તે બાળકમાં સારા સંસ્કાર આવે અને નરસા હોય, તો નરસા આવે. બાળમાનસ આ તરત જ લઈ લે છે અને તે મુજબ વર્તન કરે છે.

આજનાં બાળકનું બુદ્ધિમત્તાનું સ્તર પણ ઊંચું જ છે. આપણા યુગનું બાળપણ અને અત્યારનું બાળપણ જ્યારે સરખાવીએ ત્યારે ખરેખર આશ્ચર્યચકિત જ થઈ જવાય. ભલે સંસ્કારો આપણા યુગમાં જેટલા મળ્યા તે અત્યારે નથી, પણ બુદ્ધિ પ્રતિભા, તો જરૂર કેળવાઈ છે. ઘણાય ભક્તો કહેતા હોય છે કે તેમનાં નાના બાળકને ઈજ્ઞળાીયિંિ, કફાજ્ઞિંા ચાલું કરતાં, ખજ્ઞબશહય માં લફળય રમતાં આવડે છે.

તેમની જિજ્ઞાસાવૃત્તિ પણ ખૂબ જ છે. મને એક દૃષ્ટાંત યાદ આવે છે. હું જ્યારે બેલુર મઠમાં એકવાર સ્વામી બ્રહ્માનંદજીનાં મંદિરમાંથી દર્શન કરીને નીકળતો હતો, ત્યારે એક નાનો બાળક તેના પિતાને કહેતો હતો કે પપ્પા જુઓ, આ સ્વામીજીને ખબર હશે, તમે પૂછોને ? એટલે મેં તે બાળકને પૂછ્યું કે તે શું પૂછવા માગે છે ? તેણે કહ્યું કે અહીં મઠમાં સ્વામી વિવેકાનંદજીએ એક ચિત્તાને મારીને એની ચામડી ક્યાંક રાખી છે ! મેં બાળકને પૂછ્યું, ‘તને ક્યાંથી ખબર પછી ?’ તેણે કહ્યું , ‘મેં સાંભળ્યું છે.’ પણ તેના પિતાજી આવું કંઈ જાણતા ન હતા. પૂછવામાં પણ શરમ ! ત્યારબાદ મેં તેમને સ્વામીજીનાં ઓરડામાં મોકલ્યા, ત્યાં ચિત્તાની ચામડી રાખેલી છે. જ્યારે સ્વામી વિરજાનંદજી શ્યામલાતાલમાં હતા, ત્યારે તેમને કોઈએ આપેલ. આ બાળકને કેટલી જિજ્ઞાસા હતી, મારા કહ્યા બાદ તે તેના પિતાને કહે છે, ‘જોયું ને હું તમને કહેતો હતો, સ્વામીજીને પૂછો !’ બાળપણથી જ જિજ્ઞાસાવૃત્તિ. બાળકો બહુ જ સરળ હોય છે. મઠમાં આવો જ બીજો એક પ્રસંગ બનેલ : એક નાની બાળકી મઠમાં મુખ્ય મંદિરમાંથી બહાર આવતા તેની માને કહેતી હતી કે તું તારા ગુરુજીને કહેજે કે હું અવાજ નહીં કરું. તે બહેનની દીક્ષા હતી. તો માએ કહ્યું કે તું બહાર રમજે, તને અંદર આવવા નહીં દે. તો બાળકી તર્ક કરતી હતી, શા માટે નહીં આવવા દે ? હું એક ખૂણામાં ચૂચચાપ બેસી જઈશ. તારા ગુરુજીને હેરાન નહીં કરું, તારો મંત્ર નહીં સાંભળું ! આવી વાતો તે ક્યાંથી શીખી ? સરળતાથી બાળમાનસ બહુ જ સરળ હોય છે.

હું એક વાર બેલુર મઠના મુખ્ય મંદિરથી શારદાપીઠમાં અમારા આશ્રમ તરફ જતો હતો, ત્યારે ક્યાંકથી બે નાની બાળકીઓ દોડતી દોડતી આવી અને કહ્યું, ‘અંકલ સ્વામી આપ કે ચરણ છૂ શકતે હૈ ?’ મને નવાઈ લાગી, આ બલા ક્યાંથી ? મેં પૂછ્યું, ‘તુમ્હારે મમ્મી-પપ્પા કહાં હૈં ?’ વો તો મંદિરમેં ઠાકુરકા ધ્યાન કર રહે હૈં ?’ વળી મેં પૂછ્યું, ‘ચરણ છૂના કીસને શીખાયા ?’ એ બન્નેએ કહ્યું, ‘વો તો હમ જાનતે હૈં ! હરસાલ મઠ મેં આતે હૈ, વો સબ સ્વામીજીઓ કે ચરણ છૂતે હૈ. ઐસા કરના ચાહીયે !’ આવા સંસ્કારો મોટેરાંઓમાં પણ નથી હોતા. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ પણ કહે છે કે ઈશ્વરનાં દર્શન કર્યાં પછી મનુષ્યનો સ્વભાવ બાળક જેવો જઈ જાય છે. ઈશ્વરનો સ્વભાવ પણ બાળક જેવો છે. જેવી રીતે બાળક પોતે જ રમકડાંનું ઘર બનાવે છે અને પોતે જ તોડી નાખે છે. આમ જ ઈશ્વર પણ સૃષ્ટિની રચના અને વિનાશ કરે છે. પાછું જેમ બાળક કોઈ પણ ગુણોથી સત્વ, રજ, તમથી પર છે, તેમ ઈશ્વર પણ આ પ્રકૃતિના ત્રણેય ગુણોથી પર છે. એટલા માટે જ પરમહંસ સંન્યાસીઓ તેમની આજુબાજુ પાંચદસ બાળકો રાખે છે, જેથી તેમના જેવો સ્વભાવ પ્રાપ્ત કરી શકે.’

આપણા આધ્યાત્મિક શાસ્ત્રોમાં કેટલાય બાળચરિત્રોની વાતો આવે છે – ધ્રુવ, પ્રહ્‌લાદ, બાળકૃષ્ણ, બાળ રામ, ગદાધર (બાળક શ્રીરામકૃષ્ણ), બિલે (બાળક વિવેકાનંદ), વગેરે. પ્રહ્‌લાદે તો નાનપણથી જ ઈશ્વર પ્રત્યેનો દિવ્યપ્રેમ તેનામાં હતો તે સર્વેને બતાવેલ. શ્રીમદ્ ભાગવત્ના સાતમા સ્કંધમાં તેની વાત આવે છે : ‘એના પિતા હિરણ્યકશ્યપે કેટકેટલો સંતાપ આપ્યો છતાં પ્રહ્‌લાદનો ઈશ્વર પ્રત્યેનો દિવ્યભાવ ઓછો ન કરી શક્યા અને અંતમાં ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપને હણ્યો. એમના ક્રોધને શાંત પાડવા કોઈ સક્ષમ ન હતું. પણ પ્રહ્‌લાદે જ તેમના ક્રોધને શાંત પાડ્યો. બાળકની દિવ્યતા આ ઉપરથી સમજાય છે. પ્રહ્‌લાદે અંતિમ સ્તુતિમાં શ્રીહરિ પાસે સર્વેની મુક્તિ માગી. કેટલો નિ :સ્વાર્થ દિવ્યબાળક!’

વેદવ્યાસના પુત્ર શુકદેવમાં પણ મોટા થયા ત્યાં સુધી બાળસુલભ આધ્યાત્મિક ભાવ હતો. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર પણ બાળઋષિ હતા. નાનપણથી જ માયાને ત્યજીને ઉચ્ચજીવન તરફ વળેલા. શરીર, મન અને બુદ્ધિમાં બંધાયેલા ન હતા. અહંકાર તેમનામાં જરા પણ ન હતો.

એવી રીતે જ બાળક ધ્રુવને પણ બાળપણથી જ ઈશ્વરની લગની લાગેલ અને નારદજીએ આપેલ મંત્રથી નારાયણને પ્રાપ્ત કરેલ. આજકાલ તો નાનાં બાળકો આ ચરિત્રને સારી રીતે જીવનમાં ઉતારી શકે તે માટે કેટલાંય બાળ એનીમેશન ચિત્ર આવ્યાં છે. બાળ ગણેશ, હનુમાન, પાંચ પાંડવ, કૃષ્ણ વગેરે પરના જીવન પર સિનેમા બનાવવામાં આવે છે. જેથી કરીને બધાં જ બાળકો તેને સહજ પણે જીવનમાં લઈ શકે.

બાળકોનું જીવન અત્યંત નિર્દાેષપરાયણ હોય છે. બુદ્ધિનો વિકાસ જેટલો ઓછો તેટલી જ વધારે નિર્દાેષતા જોવા મળે છે અને એટલા માટે જ આપણને બાળકો વહાલાં લાગે છે. મેડિકલ સાયન્સ કહે છે કે બાળકોની આસપાસ અહાવફ ૂફદયત હોય છે, જે અત્યંત કોમળ છે તેથી બાળકોનો સ્વભાવ ગમે છે, કોમળ લાગે છે. આમ આપણ બીજું જોવા મળે છે મહાન માનવોનું બાળપણ પણ અત્યંત સુંદર અને પ્રેરણાદાયી હોય છે.

Total Views: 340

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.