શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, હવન, ભજન, કીર્તન ઇત્યાદિ થયાં હતાં. ઘણી મોટી સંખ્યામાં ભક્તજનોએ બપોરે મહાપ્રસાદનો લાભ લીધો હતો. સંધ્યા આરતી પહેલાં શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન થયું હતું. આરતી પછી ભાવિકજનોએ ભજન-કીર્તનનો આનંદ માણ્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ભાવનગરની એમ.જે. કોલેજ ઓફ કોમર્સના ૪૦ વિદ્યાર્થીઓ માટે ૮ અને ૯ ઓગસ્ટ, ૨૦૧૫ એમ બે દિવસની નિવાસી શિબિરનું આયોજન થયું હતું.

જયપુર અત્રોલી ઘરાનાના સુખ્યાત ગાયક ડૉ. રાજેન્દ્ર વૈષ્ણવે તા. ૮ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ સંધ્યા આરતી બાદ શ્રીમંદિરમાં ભક્તિસંગીત રજૂ કર્યું હતું. તેમના સુપુત્ર કપીલજી વૈષ્ણવે તબલા પર સંગત આપી હતી.

રામકૃષ્ણ મિશન, લીંબડી

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૨૦૧૫ના ઓગસ્ટમાં જુદી જુદી શાળાના ૨૫૦ વિદ્યાર્થીઓને લેખનસામગ્રી સહિતની સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

૧૫ થી ૧૯ ઓક્ટોબર, ૨૦૧૫ દરમિયાન જફહિં કફસય, ઞફિંવ, ઞજઅમાં યોજાનાર વિશ્વધર્મપરિષદના પૂર્વપ્રસંગરૂપે રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા પ્રિ-પાર્લામેન્ટ ઇવેન્ટનું ૯ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ એમ.એસ. યુનિવર્સિટીના મહેતા ઓડિટોરિયમમાં આયોજન થયું હતું.

વિખ્યાત વિદ્વાન અને રાજનીતિજ્ઞ ડૉ. કરણ સિંઘના વરદ હસ્તે આ સમારંભનું ઉદ્‌ઘાટન થયું હતું. શિકાગોની વિશ્વધર્મપરિષદ સમિતિના હાલના ચેરમેન ઈમામ અબ્દુલ મલિક મુજાહિદ; લંડનના પ્રસિદ્ધ વિદ્વાન લેખક લોર્ડ ભિખ્ખુ પારેખ; શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી મહારાજ; વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ; શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી મહારાજ તથા અન્ય ભાવિકજનો આ પ્રસંગે ઉપસ્થિત હતા. આ ઇવેન્ટનો મુખ્ય વિષય હતો : નમાનવતાનું પુન : જાગરણથ અને તેમાં વિવિધ ધર્મોના ૫૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

૧૦ અને ૧૧ના રોજ આ જ સ્થળે યોજાયેલ બીજા આંતરરાષ્ટ્રિય યુવા સંમેલનમાં ભારત સહિત ૧૩ દેશોમાંથી આવેલા ૫૦૦ યુવાન પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમારંભના પરિસંવાદમાં વ્યક્તિત્વ વિકાસ, વિશ્વ નાગરિક અને નેતા તરીકેની યુવાનોની ભૂમિકા, યુવાનો અને શાંતિ, માનવીય મૂલ્યો અને વૈજ્ઞાનિક અભિગમ, સેવા અને અધ્યાત્મ જેવા યુવાનોને સ્પર્શતા વિષયોની છણાવટ થઈ હતી. ગુજરાત રાજયના ગવર્નર શ્રી ઓ.પી. કોહલીએ આ સંમેલનનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

આ બંને કાર્યક્રમોનું રામકૃષ્ણ મિશન, વડોદરાની વેબસાઈટ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને સમગ્ર વિશ્વના ૮૦૦૦ લોકોએ નજરે નિહાળ્યું હતું. દરેક પ્રતિનિધિને રામકૃષ્ણ-વિવેકાનંદના સંદેશ આધારિત પુસ્તકો ભેટરૂપે.

Total Views: 333

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.