રાજકોટ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેકહોલ પરિસરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન ૧૩ ડિસેમ્બર, ૨૦૧૫ થી ૨૧ ડિસેમ્બર, ૨૦૧૫ સુધી થયું હતું.

લીંબડી : આ કેન્દ્ર દ્વારા ૨૦૦ કુટુંબોમાં ધાબળાનું વિતરણ થયું હતું.

મલેશિયા : આ કેન્દ્રમાં ૨૨ નવેમ્બર, ૨૦૧૫ના રોજ ભારતના સન્માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદની ૧૨ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

વિજયવાડા : આ કેન્દ્રમાં ૧૩, ૧૪, ૧૫ નવેમ્બરના રોજ વિદ્યાર્થીઓ, યુવાનો અને શિક્ષકો માટે એક શિબિરનું આયોજન થયું હતું. આ ત્રણેય શિબિરમાં ૨૨૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

કડપા : આ કેન્દ્રમાં ૨૦-૨૧ નવેમ્બરના રોજ યુવસંમેલનનું આયોજન થયું હતું. અહીંની ૨૪ કોલેજોમાંથી ૧૩૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

કોઈમ્બતૂર : અહીંના મિશન વિદ્યાલયમાં ૨૬, ૨૭, ૨૮ નવેમ્બરના રોજ રાજ્યકક્ષાની નિવાસી યુવશિબિરનું આયોજન થયું હતું. ૧૧૯૮ યુવાનોએ આ શિબિરમાં ભાગ લીધો હતો.

નિ :શુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પ : ઓગસ્ટ થી નવેમ્બર સુધીમાં બાંકુરા, ચેન્નઈ, ઘાટશિલા, હલસુરુ, કામારપુકુર, કાનપુર, ખેતરી, લખનૌ, મદુરાઈ, નાગપુર, પોરબંદર, રાજમુંડ્રી, રાજકોટ, સેલમ, સિલ્ચર કેન્દ્રમાં યોજાયેલ નેત્ર ચિકિત્સા કેમ્પમાં ૪૫૬૦ દર્દીઓને ચકાસીને ૩૯૮ને ચશ્મા અપાયાં હતાં અને ૧૧૮૨ દર્દીઓનાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.