રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૩ થી ૨૧ ઓક્ટોબર, ૨૦૧૬ દરમિયાન આશ્રમના વિવેક હોલમાં યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમોમાં શહેરની ૭ શાળાના આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિશાખાપટ્ટનમ્ : આ કેન્દ્ર દ્વારા ભગિની નિવેદિતા વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યની ૫૭૫ શાળાના ૮૭૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૨૮મી ઓક્ટોબરે તેની અંતિમ સ્પર્ધા યોજાઈ હતી અને વિજેતાઓને લગભગ ૨૦૦૦ ઇનામો અપાયાં હતાં.
ભોપાલ : આ કેન્દ્ર દ્વારા ૨૫ અને ૨૬ ઓક્ટોબરના રોજ ભગિની નિવેદિતા વિષયક ૨ પરિસંવાદોનું આયોજન થયું હતું જેમાં ૧૨૦૦ વ્યક્તિઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દુર્ગાપૂજા (મૂર્તિમાં) : આંટપુર, આસાનશોલ, બારિસાત, કોન્ટાઈ, કૂચબિહાર, ધારેશ્વર, ઘાટશિલા, ગુવાહાટી, જલપાઈગુરી, જમશેદપુર, જયરામવાટી, કૈલાસહર, કામારપુકુર, કરીમગંજ, લખનૌ, માલ્દા, મેદિનીપુર, મુંબઈ, પટણા, પોર્ટ બ્લેર, રાહરા, શેલા, ચેરાપુંજી, શિલોંગ, સિલચર, વારાણસી અદ્વૈતાશ્રમ વગેરે કેન્દ્રોમાં મૂર્તિમાં દુર્ગાપૂજાનું આયોજન થયું હતું.
વડોદરા : આ કેન્દ્ર દ્વારા ૧૫મી ઓક્ટોબરના રોજ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં આશરે ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તદ્ઉપરાંત આ કેન્દ્ર દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના એક ગામમાં ૨જી ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. તે જ દિવસે વડોદરા મ્યુનિસિપલ કોર્પાે.ના આશરે ૯૦ સફાઈ કામદારોને બિરદાવવામાં આવ્યા હતા.

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.