શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – મહોત્સવ-વિવિધા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૧૭ (શ્રીરામકૃષ્ણ મંદિરના ૩૮મા પ્રતિષ્ઠા પર્વ નિમિત્તે) ના રોજ એક જપયજ્ઞનું આયોજન સવારે ૫ થી સાંજે ૭ :૩૦ સુધી કરવામાં આવ્યું હતું. તે જ દિવસે સાંજે એક જાહેર પ્રવચનનું પણ આયોજન થયું હતું, પ્રવચન પછી ૪૫૦ ભાવિકજનોએ પ્રસાદનો લાભ લીધો હતો.

૨૧મી એપ્રિલથી ‘સ્વામી વિવેકાનંદ દિવસ’ના પ્રારંભથી વાર્ષિક મહોત્સવનો આરંભ થયો હતો. આ વખતે એક નવી રીતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જાણીતા સંગીતકાર શ્રી દત્તાત્રેય વેલણકર દ્વારા પ્રસ્તુત સ્વામી વિવેકાનંદ અને જીવન-કવન પર કથા-કીર્તનનો સંગીતમય કાર્યક્રમ ૪૦૦ ભક્તોએ માણ્યો હતો.

૨૨મી એપ્રિલે સાંજે ૭ :૪૫થી વિવેક હોલમાં એ જ રીતે જાણીતા સંગીતકાર શ્રી દત્તાત્રેય વેલણકરે રજૂ કરેલ ‘શ્રીમા શારદાદેવી દિન’ના ઉપક્રમે શ્રીમા શારદાદેવીના જીવન અને કવન પર કથા-કીર્તનનો સંગીતમય કાર્યક્રમ ૪૦૦ ભક્તોએ માણ્યો હતો.

૨૩મી એપ્રિલ ૨૦૧૭ના રોજ સવારે ૮ થી ૧૨ :૩૦ સુધી અગાઉથી નોંધાયેલ ભક્તજનો માટે વિવેકહોલમાં એક આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ ભક્તજનોના આત્મકલ્યાણની વૃદ્ધિ માટે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીના જીવન-કવનના પ્રસંગો ટાંકીને ઉદ્‌બોધન કર્યાં હતાં. કાર્યક્રમના અંતે ૪૫૦ ભક્તજનોએ પ્રસાદ લીધો હતો.

૨૩મી એપ્રિલે સાંજે ૭ :૪૫થી વિવેક હોલમાં એ જ રીતે જાણીતા સંગીતકાર શ્રી દત્તાત્રેય વેલણકરે રજૂ કરેલ ‘શ્રીરામકૃષ્ણદેવ દિવસ’ના ઉપક્રમે શ્રીમા શારદાદેવીના જીવન અને કવન પર કથા-કીર્તનનો સંગીતમય કાર્યક્રમ ૪૦૦ ભક્તોએ માણ્યો હતો.

ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ

વરાહનગર મઠ : આ કેન્દ્રમાં ૨૩મી જાન્યુઆરીએ ૧૦૦ વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમનું આયોજન થયું હતું.

કોઈમ્બતુર મઠ : આ કેન્દ્રમાં ૪થી માર્ચના રોજ વ્યાખ્યાનો અને ભગિની નિવેદિતા વિશેના નાટ્ય પ્રયોગના આયોજનનો ૪૫૦ ભાવિકજનોએ લાભ લીધો હતો.

કોન્ટાઈ : આ કેન્દ્ર દ્વારા ૮મી એપ્રિલે ૧૭૦ ભક્તજનોની શિબિરનું આયોજન થયું હતું.

દાર્જિલિંગ અને જલપાઈગુડી : બન્ને કેન્દ્રોએ સંયુક્તરૂપે સિલિગુડીમાં ૩૧માર્ચના રોજ સુંદર શોભાયાત્રા, બે જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ

કાર્યક્રમનો લાભ ૨૧૦૦ ભાવિકોએ લીધો હતો.

જલપાઈગુડી : આ કેન્દ્ર દ્વારા શોભાયાત્રા, યુવશિબિર, સામાન્ય લોકો માટેની શિબિરનું આયોજન ૧લી એપ્રિલના રોજ થયું હતું. ૩૬૦૦ લોકોએ આ આયોજનનો લાભ લીધો હતો.

બીજી સંસ્થાની સાથે રહીને ૧૦ થી ૧૬ એપ્રિલના રોજ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જેમાં ૮ ટીમે ભાગ લીધો હતો.

લીંબડી : આ કેન્દ્રમાં ૧૮મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ યોજાયેલા સંગીતના કાર્યક્રમનો લાભ ૨૦૦ ભાવિકજનોએ લીધો હતો.

મેખલીગંજ : આ કેન્દ્ર દ્વારા ૩૧મી માર્ચના રોજ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો.

પુરી : આ કેન્દ્ર દ્વારા ૨૨મી માર્ચ અને ૨૩મી એપ્રિલના રોજ અનુક્રમે મયૂરભંજ અને ખૂર્દ જિલ્લામાં યોજાયેલ ભગિની નિવેદિતા-ક્વિઝ સ્પર્ધામાં ૩૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કેન્દ્ર દ્વારા ખૂર્દ જિલ્લામાં ૨૫મી એપ્રિલે ૩૦૦ ભાવિકો માટે એક શિબિરનું આયોજન થયું હતું.

રાજારહાટ વિષ્ણુપુર : આ કેન્દ્ર દ્વારા ૨૪મી માર્ચના રોજ યોજાયેલ સાંસ્કૃતિક સ્પર્ધા અને યુવસંમેલનમાં ૪૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ પૈતૃક નિવાસસ્થાન : આ કેન્દ્ર દ્વારા ૨૭મી માર્ચના રોજ વ્યાખ્યાન, ૨૯ અને ૩૧મી માર્ચના રોજ સંગીતનો કાર્યક્રમ તેમજ ૧૮મી એપ્રિલના રોજ વિદ્યાર્થીઓ માટેની શિબિરનું આયોજન થયું હતું. તેમાં ૧૩૫૦ ભાવિકોએ ભાગ લીધો હતો. કોલકાતામાં ૨૬મી માર્ચ અને ૧૦મી એપ્રિલના રોજ બે વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. તેમાં ૧૦૫૦ ભાવિકોએ ભાગ લીધો હતો.

તિરુપતિ : આ કેન્દ્ર દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. તેમાં સ્થાનિક મહિલા કોલેજની ૫૦૦ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. ૨૫મી એપ્રિલના રોજ વિજેતાઓને ઇનામો અપાયાં હતાં.

વડોદરા : આ કેન્દ્રમાં ૬ એપ્રિલે ભગિની નિવેદિતા પર એક ફિલ્મ શોનું આયોજન થયું હતું. ૧૮મી એપ્રિલે એમના જીવન પર નાટ્યાભિનય રજૂ થયો હતો. ૩૦૦ ભાવિકોએ આ બન્ને કાર્યક્રમોને માણ્યા હતા.

મૂલ્યલક્ષી શિક્ષણ અને યુવલક્ષી કાર્યક્રમો

કૂચબિહાર : આ કેન્દ્રે ૩જી એપ્રિલે યોજેલ યુવા સંમેલનમાં ૨૨૯ વિદ્યાર્થીઓ અને ૧૮ શિક્ષકોએ ભાગ લીધો હતો.

દિલ્હી : આ કેન્દ્ર દ્વારા ૩ થી ૨૯ એપ્રિલ દરમિયાન યોજાયેલ ૩૦ યુવા શિબિરોમાં કુલ ૨૬૭૫ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. દિલ્હી સિવાય અન્ય નવ રાજ્યોમાં પણ આ શિબિરો યોજાઈ હતી.

હૈદ્રાબાદ : આ કેન્દ્ર દ્વારા પાંચમી માર્ચે યોજાયેલ તબીબી વિદ્યાર્થીઓ માટેના વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમમાં ૧૧ તબીબી કોલેજના ૪૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

જલપાઇગુડી : આ કેન્દ્રે કાંકુડગાછી મઠ સાથે મળીને જલપાઈગુડી અને કૂચબિહાર જિલ્લામાં ૪ થી ૮ એપ્રિલ દરમિયાન ૨૪ શૈક્ષણિક સંસ્થાઓમાં મૂલ્યલક્ષી શિક્ષણ શિબિરોનું આયોજન કર્યું હતું જેમાં કુલ મળીને ૮૦૦ વિદ્યાર

 

  • રામકૃષ્ણ મઠ મિશનના નેત્રચિકિત્સા કેમ્પ
    કેન્દ્ર કુલ દર્દી ઓપરેશન ચશ્મા
    બામુનમુરા ૮૫
    બાંકુરા ૪૩૬ ૧૩૮ ૧૨૧
    ચેન્નેઈ મઠ ૧૦૨ ૧૯ ૩૧
    કામારપુકુર ૫૫૫ ૧૦૮ ૧૧૨
    કાનપુર ૨૪૯
    ખેતરી ૧૨૦ ૪૭
    લખનૌ ૨૧૬૬ ૪૭૨
    કેન્દ્ર કુલ દર્દી ઓપરેશન ચશ્મા
    બામુનમુરા ૮૫
    બાંકુરા ૪૩૬ ૧૩૮ ૧૨૧
    ચેન્નેઈ મઠ ૧૦૨ ૧૯ ૩૧
    કામારપુકુર ૫૫૫ ૧૦૮ ૧૧૨
    કાનપુર ૨૪૯
    ખેતરી ૧૨૦ ૪૭
    લખનૌ ૨૧૬૬ ૪૭૨
Total Views: 241

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.