શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૨૨મી જાન્યુઆરી, ૨૦૧૮ને સોમવારે વસંત પંચમીના રોજ શ્રીમંદિરમાં શ્રીમા સરસ્વતીની પૂજાનું આયોજન થયું હતું. તેમાં મંગળા આરતી પછી વિશેષ પૂજા, હવન, ભજન અને સ્તોત્રપાઠ યોજાયાં હતાં. બપોરે ભોગ આરતી પછી ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઘણી શાળાના વિદ્યાર્થીઓ આ પ્રસંગે શ્રીમા સરસ્વતીની પ્રતિમાનાં દર્શનાર્થે આવ્યા હતા.

સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં ધર્મપત્ની શ્રીમતી સવિતાબેન કોવિંદ વસંત પંચમીના પાવનકારી દિવસે તા. ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૮ને સોમવારે બપોરે ૩ :૪૫ કલાકે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યાં હતાં. મુખ્ય દરવાજે આશ્રમના સંન્યાસીઓએ એમનું સ્વાગત કર્યું અને ત્યાર પછી તેઓ શ્રીરામકૃષ્ણ મંદિરમાં દર્શને ગયાં હતાં. મા સરસ્વતીની પ્રતિમાને તેમજ શ્રીરામકૃષ્ણદેવને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ ‘વિવેકાનંદ બૂક વર્લ્ડ’ની મુલાકાત લીધી હતી. આશ્રમની મુલાકાતથી તેમણે પ્રસન્નતા અનુભવી હતી.

રામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ કેન્દ્રોમાં રાષ્ટ્રિય યુવદિનની ઉજવણી

દેશભરનાં ૧૨૦થી વધારે કેન્દ્રોમાં રાષ્ટ્રિય યુવા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં શોભાયાત્રા, યુવશિબિરો, વક્તૃત્વ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન થયું હતું. ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રીશ્રી માણેક સરકાર અને બીજા અગ્રણીઓએ અગરતલામાં યુવાનોને સંબોધ્યા હતા. નાગાલેન્ડના ગવર્નરશ્રી પદ્મનાભ બી. આચાર્યે મેંગાલુરુ આશ્રમમાં યોજાયેલ યુવશિબિરનું ઉદ્‌ઘાટન કરીને ૭૫૦ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. મેઘાલયના ગવર્નરશ્રી ગંગાપ્રસાદે શિલોંગ કેન્દ્રમાં યુવાનોને સંબોધ્યા હતા.

વિવિધ કેન્દ્રોમાં સાંસ્કૃતિક સ્પર્ધા

 

 

 

ક્રમ કેન્દ્ર ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા
ઔરંગાબાદ કોલેજના ૫,૦૦૦ વિદ્યાર્થીઓ
જમશેદપુર ૨૨ શાળાના ૧,૦૦૦ વિદ્યાર્થીઓ
મદુરાઈ ૨૦૫ શાળા-કોલેજના ૧૫,૫૫૨ વિદ્યાર્થીઓ
મુંબઈ ૧૬૫ શાળા અને ૧૦ કોલેજના ૫,૧૪૮ વિદ્યાર્થીઓ
નાગપુર ૫૦ શાળાના ૩,૯૪૧ વિદ્યાર્થીઓ
રાજકોટ શાળા-કોલેજના ૯૦૦૦ વિદ્યાર્થીઓ
વડોદરા ગુજરાત ભરની ૯૩૨ શાળાના ૮૨,૨૯૧ વિદ્યાર્થીઓ
મુઝફફરપુર ૫૦ શાળાના ૫,૧૪૮ વિદ્યાર્થીઓ
Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.