લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપર કરમાઈ જાય એ જ ઇચ્છવા યોગ્ય છે. આવાં ફૂલોનો ગજરો બનાવી હું કોઈ અક્કડને સૂંઘતાં અને ‘વાહ! કેવી સુગંધ છે’, એમ કહેતાં સાંભળું છું, ત્યારે મને ખૂબ જ દુ:ખ થાય છે.
સ્ત્રીઓએ આમ સહેલાઈથી મિજાજ ગુમાવી બેસવો ન જોઈએ. તેમણે સહનશીલ થતાં શીખવું જોઈએ. નાનપણમાં મા-બાપ તેમનાં રક્ષણકર્તા છે અને યુવાનીમાં તેમના પતિ.
મોટે ભાગે સ્ત્રીઓ બહુ લાગણીપ્રધાન હોય છે. એકાદ શબ્દથી તેઓ મન પરનો કાબૂ ખોઈ બેસે છે. અને આ જમાનામાં શબ્દો તો બહુ સસ્તા થઈ ગયા છે ! સ્ત્રીઓએ ધીરજ કેળવવી જોઈએ અને મુશ્કેલીઓ હોય છતાં માબાપ અથવા પતિ સાથે સમાધાનથી વર્તવું જોઈએ.
એક દિવસ એક સ્ત્રીભક્તે પોતાની ક્ધયાને પરણવાની આજ્ઞા કરવા માતાજીને વિનંતી કરી. આ સાંભળી માતાજીએ જવાબમાં કહ્યું : જિંદગીભર બીજાની ગુલામી કરવી અને તેની મરજી અનુસાર નાચવું, એ શું દુ:ખરૂપ નથી ?
એ ખરું છે કે બ્રહ્મચારિણી તરીકેના જીવનમાં થોડું જોખમ રહેલું છે, તેમ છતાં જો કોઈને સંસારી જીવન ગાળવાની ઇચ્છા ન હોય, તો તેના પર બળજબરી કરીને તેને જિંદગીભરની દુનિયાદારીમાં ધકેલી ન દેવી જોઈએ.
જે ક્ધયાઓને સંપૂર્ણ ત્યાગના આદર્શ ઉપર અનુરાગ થયો હોય તેને બ્રહ્મચારિણીનું જીવન ગાળવાનો ઉત્સાહ આપવો જોઈએ.
બેટા ! તું ખૂબ નસીબદાર છે કે તને માનવજન્મ મળ્યો છે. ઈશ્વર ઉપર પ્રગાઢ ભક્તિ રાખીને ખૂબ મહેનત કરવી જોઈએ. પ્રયત્ન વિના કંઈ કેવી રીતે મેળવી શકાય ?
ઘરનું કામકાજ દિવસભર હોય તો પણ પ્રાર્થના માટે થોડો સમય ફાળવવો જોઈએ. હું દક્ષિણેશ્ર્વરમાં રહેતી એ દિવસોમાં કામનો પાર ન હતો; તેમ છતાં મારાં પ્રાર્થના, ધ્યાન ચાલુ જ રહેતાં.
પતિ, પુત્ર અને દેહ – બધું માયા છે. એ બધાં માયાનાં બંધન છે. જ્યાં સુધી તમે એમાંથી છૂટો નહીં, ત્યાં સુધી તમને મોક્ષ મળે નહીં. દેહ પરનો મોહ, દેહાત્મભાવ પણ છેવટે જવો જ જોઈએ. બેટા ! આ શરીર શું છે ? (બળી ગયા પછી) એ તો માત્ર ત્રણ શેર રાખ જ છે, તો પછી તેને માટે આટલો ગર્વ શો ? શરીર ગમે તેટલું સારું હોય, પરંતુ તેનું છેલ્લું પરિણામ તો માત્ર ત્રણ શેર રાખ જ છે. અને તેમ છતાં તેના પર માણસોના મોહનો પાર નથી !
(દિવ્યકૃપા પૃષ્ઠ 38-41)

Total Views: 467

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.